રિલાયન્સ આંધ્ર પ્રદેશમાં ₹1 લાખ કરોડનું રોકાણ કરશે:અનંત અંબાણીએ કહ્યું- કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ નોકરીઓ મળશે
રિલાયન્સ આંધ્ર પ્રદેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટથી રાજ્યમાં 3 લાખથી વધુ લોકોને નોકરીઓ મળશે અને આવનારા સમયમાં આંધ્ર પ્રદેશ સરકારને લગભગ 60,000 કરોડ રૂપિયાની આવક થશે. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ આજે એટલે કે 2 ઓક્ટોબરે મદનપલ્લેમાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી. તેઓ ‘રાયલસીમા હોર્ટિકલ્ચર હબ’ અને ‘ઇન્ડિયન સ્કૂલ ઑફ એગ્રીકલ્ચર’ના શિલાન્યાસ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. ‘ખેડૂતો હવે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે’ કાર્યક્રમમાં બોલતાં અનંત અંબાણીએ કહ્યું કે આપણા ખેડૂતો, જેઓ ભારતની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે, હવે દેશની ઊર્જા સુરક્ષાને પણ મજબૂત બનાવશે અને ભારતને ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) શું છે અને તે કેવી રીતે કામ કરશે? કમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે CBG એક નવીનીકરણીય ઈંધણ છે. તેને જૈવિક કચરા અને અવશેષોમાંથી તૈયાર કરવામાં આવે છે: ₹40,000 કરોડનું રાયલસીમા હોર્ટિકલ્ચર હબ અનંત અંબાણીએ જણાવ્યું કે રાયલસીમા વિસ્તારમાં ₹40,000 કરોડના રોકાણથી ‘રાયલસીમા હોર્ટિકલ્ચર હબ’ સ્થાપવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારમાં ટેક્નોલોજી આધારિત બાગાયત અને ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું કે આ હબ રાયલસીમા વિસ્તારના વિકાસમાં એક નવો સૂર્યોદય લાવશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


