રોહિત શેટ્ટીની ‘ગોલમાલ 5’માં અક્ષય કુમારની એન્ટ્રી:એક્ટર વિલનના કિરદારમાં જોવા મળશે, અજય દેવગણ સાથે થશે જબરદસ્ત ટક્કર

Last Updated: February 3, 2026By

બોલિવૂડની જાણીતી કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ’ હવે તેની પાંચમી કડી સાથે દર્શકો સામે આવવાની છે અને આ વખતે ફિલ્મમાં એક મોટો ટ્વિસ્ટ જોવા મળશે. સમાચાર આવી રહ્યા છે કે અક્ષય કુમારે ‘ગોલમાલ 5’માં મુખ્ય વિલન તરીકે એન્ટ્રી કરી છે, જે અજય દેવગન અને તેની ટીમ સામે સ્ક્રીન પર ટકરાશે. મુખ્ય કલાકારોમાં અજય દેવગન ફરીથી આ ફ્રેન્ચાઇઝીના મુખ્ય પાત્ર તરીકે જોવા મળશે, સાથે જ અરશદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમુ અને શ્રેયસ તલપડેની વાપસી પણ નિશ્ચિત છે. ઉપરાંત જોની લીવર, સંજય મિશ્રા, મુકેશ તિવારી અને અશ્વિની કલસેકર જેવા અનુભવી કલાકારો પણ આ યાદીમાં સામેલ છે. શર્મન જોશીના પાછા ફરવાની સંભાવના છે, જ્યારે કરીના કપૂર ખાનની હાજરી અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. ‘ગોલમાલ 5’ માં અક્ષય કુમારનું વિલન તરીકેનું અભિનય આ ફ્રેન્ચાઇઝી માટે એક મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે, કારણ કે પહેલા આ સિરીઝમાં મુખ્યત્વે હળવા-ફુલકા કોમેડી ગ્રાફ પર જ ફોકસ રહ્યું છે. વેરાયટી ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ફિલ્મમાં પરંપરાગત હ્યુમરની સાથે કેટલાક ફેન્ટેસી એલિમેન્ટ્સ પણ સામેલ કરવામાં આવશે, જેથી તેને પહેલા કરતા પણ મોટો બનાવી શકાય. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીના અંતમાં મુંબઈના ફિલ્મ સિટીમાં શરૂ થવાની અપેક્ષા છે અને ફિલ્મને 2027ની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પાંચમાં ભાગમાં ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીના 20 વર્ષ પૂરા થવાનો ઉત્સવ પણ છે, કારણ કે પહેલી ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી અને ત્યારબાદ સિરીઝે દેશભરમાં મોટી સફળતા મેળવી છે. બોલિવૂડમાં અક્ષય કુમાર અને અજય દેવગનની ઓન-સ્ક્રીન જુગલબંધી પહેલા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, જેમ કે ‘સુહાગ’, ‘ખાકી’, ‘ઇન્સાન’, ‘સૂર્યવંશી’ અને ‘સિંઘમ અગેઇન’માં બંનેએ સાથે કામ કર્યું છે, પરંતુ ‘ગોલમાલ 5’માં તેમનો સામ-સામે આવવું દર્શકો માટે એક નવું સરપ્રાઈઝ હશે.