રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી:આરોપીઓ વિરૂદ્ધ MCOCA હેઠળ ગુનો નોંધ્યો; અત્યાર સુધીમાં પાંચ શખ્સો ઝડપાયા, માસ્ટરમાઇન્ડ ફરાર
ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે થયેલી ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પોલીસે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લગાવ્યો છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. ‘આરોપી ગંભીર ગુનામાં સામેલ હોવાથી MCOCAની કલમો લગાવાઈ’ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-એક્સટોર્શન સેલે અત્યાર સુધી આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ફાયરિંગ જુહુમાં આવેલી રોહિત શેટ્ટીની બિલ્ડિંગ પર થયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, ‘કેટલાક આરોપીઓ પહેલાથી જ ગંભીર ગુનાઓમાં સામેલ રહ્યા છે. તેથી આ કેસમાં MCOCAની કલમો લગાવવામાં આવી છે.’ નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 12:45 વાગ્યે જુહુ વિસ્તારમાં રોહિત શેટ્ટીની નવ માળની બિલ્ડિંગના પહેલા માળે ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. એક ગોળી બિલ્ડિંગની અંદર આવેલા જીમના કાચ પર વાગી. પોલીસે અત્યાર સુધી આ કેસમાં આદિત્ય ગાયકી (19), સિદ્ધાર્થ યેનપુરે (20), સમર્થ પોમાજી (18), સ્વપ્નિલ સકત (23) અને અસરામ ફસાલેની ધરપકડ કરી છે. લોરેન્સ ગેંગે ફાયરિંગની જવાબદારી સ્વીકારી આ મામલે લોરેન્સ ગેંગનો સભ્ય શુભમ લોનકર વોન્ટેડ છે. તેણે કથિત રીતે ફાયરિંગની જવાબદારી લીધી છે. કથિત રીતે શુભમ લોનકર આરઝુ બિશ્નોઈ નામના એકાઉન્ટની ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, બધા ભાઈઓને, આજે મુંબઈમાં (શેટ્ટી ટાવર) ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે જે ફાયરિંગ થયું છે, તેની જવાબદારી શુભમ લોનકર, આરઝુ બિશ્નોઈ, હરિ બોક્સર, હરમન સંધુ અમે લઈએ છીએ. અમે તેને ઘણી વાર મેસેજ કર્યો હતો કે, અમારા કામમાં દખલ ન આપે, પરંતુ તેને સમજાયું નહીં. આ તેને એક નાનું ટ્રેલર આપ્યું છે. જો તેણે આગળ ફરી અમારી વાત ન સમજી અને અમારી વાત ન માની, તો હવે ઘરની બહાર નહીં, અંદર તેના બેડરૂમમાં ગોળી ચાલશે, તેની છાતી પર. આ જ પોસ્ટમાં આગળ લખ્યું હતું, અને આગળ બોલિવૂડને ચેતવણી છે કે સમયસર સુધરી જાઓ, નહીં તો ખૂબ ખરાબ હાલ થશે. તમારા બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ હાલ કરીશું. અમે જે-જે લોકોને ફોન કરી રાખ્યા છે, કાં તો સમયસર લાઇન પર આવી જાઓ, નહીં તો છુપાવવા માટે જગ્યા ઓછી પડશે. અને જેટલા પણ અમારા દુશ્મનો છે, તૈયાર રહો, જલ્દી જ મુલાકાત થશે તમારી સાથે. નોંધ- એક જ હતો, એક જ છે અને એક જ રહેશે લોરેન્સ બિશ્નોઈ ગેંગ. કોણ છે શુભમ લોનકર અને આરઝૂ બિશ્નોઈ? શુભમ લોનકર લોરેન્સ ગેંગનો એક મુખ્ય ‘કી ઓપરેટિવ’ માનવામાં આવે છે. શુભમ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા (ઓક્ટોબર 2024)નો મુખ્ય શંકાસ્પદ અને ષડયંત્રકારી છે. તેણે ફેસબુક પર તે હત્યાની જવાબદારી પણ લીધી હતી. જ્યારે, આરઝૂ બિશ્નોઈને ગેંગનો એક સક્રિય સભ્ય જણાવવામાં આવી રહ્યો છે, જે સોશિયલ મીડિયા અને ધમકીઓ દ્વારા ગેંગની ગતિવિધિઓને સંચાલિત કરવામાં મદદ કરે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

