લાઇવ મેચમાં ભયાનક અકસ્માત, VIDEO:DPLમાં બેટરનો પાવરફુલ શોટ સીધો અમ્પાયરના ચહેરા પર વાગ્યો, મેદાન પર પડી ગયા; ICUમાં દાખલ
દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં મેચ દરમિયાન ફિલ્ડ અમ્પાયર ધર્મેશ ભારદ્વાજ ઘાયલ થયા છે. તેમને ICUમાં દાખલ કર્યા છે. ઘટના સોમવાર રાતની છે, પરંતુ તેની જાણકારી મંગળવારે સામે આવી. અરુણ જેટલી સ્ટેડિયમમાં ન્યૂ દિલ્હી ટાઈગર્સ અને ઈસ્ટ દિલ્હી રાઈડર્સ વચ્ચે મેચ ચાલી રહી હતી. ટાઈગર્સની ઇનિંગ્સની 18મી ઓવરમાં લક્ષ્ય થરેજાનો શોટ તેમના ચહેરા પર વાગ્યો. શોટ એટલો ઝડપી હતો કે ધર્મેશને બચવાનો મોકો મળ્યો નહીં અને બોલ વાગ્યા પછી તેઓ મેદાન પર જ પડી ગયા. આના તરત જ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને ICUમાં દાખલ કર્યા. પહેલા પણ ઘાયલ થઈ ચૂક્યા છે ભારદ્વાજ ધર્મેશ ભારદ્વાજ DPL મેચમાં પહેલા પણ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. તેમના ખભા પર બોલ વાગ્યો હતો. હવે ફરીથી ઈજા થયા બાદ અમ્પાયરોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. રાઈડર્સે 192 રન બનાવ્યા, ટાઈગર્સ 156 રનમાં સમેટાઈ મેચમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા. મયંક રાવતે 40 રનની ઇનિંગ રમી. ન્યૂ દિલ્હી ટાઈગર્સના ઋષભ શર્માએ 34 રન આપીને 3 વિકેટ લીધી. જવાબમાં ન્યૂ દિલ્હી ટાઈગર્સ 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન હિંમત સિંહે 31 રન બનાવ્યા. આશિષ મીણાએ 3 વિકેટ અને મયંક યાદવે 2 વિકેટ ઝડપી. રાઈડર્સે મેચ 36 રનથી જીતી લીધી. બોલ વાગવાથી 3 અમ્પાયરના મોત થઈ ચૂક્યા છે ક્રિકેટ મેદાન પર અમ્પાયરોને બોલ વાગવાથી ઘાયલ થવાની ઘણી ઘટનાઓ છે. પરંતુ, 3 કિસ્સાઓમાં અમ્પાયરના મોત થઈ ચૂક્યા છે. ઈજાથી બચવા માટે ઘણી વખત અમ્પાયરો હેલ્મેટ જેવા સેફ્ટી ગિયર્સ પહેરીને મેદાનમાં ઉતર્યા છે. ઘણી IPL મેચમાં પણ અમ્પાયરો હેન્ડ ગાર્ડ પહેરીને ઉતર્યા છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


