લોરેન્સ ગેંગે બી પ્રાક પાસેથી ₹10 કરોડની ખંડણી માગી:ધમકી આપતાં કહ્યું, કોઈપણ દેશમાં જાય, તેને જીવતો નહીં છોડીએ; સિંગરે પોલીસમાં ફરિયાદ નોંધાવી
બોલિવૂડ સિંગર બી પ્રાક પાસેથી લોરેન્સ ગેંગે 10 કરોડ રૂપિયાની ખંડણી માગી છે. આ માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. લોરેન્સ ગેંગના ગેંગસ્ટર આરઝુ બિશ્નોઈએ સિંગરની નજીકની વ્યક્તિને ધમકીભર્યો વોઈસ મેસેજ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘જો પૈસા ન મળ્યા અને અમારી સાથે મળીને ન ચાલ્યા તો ભલે ગમે તે દેશમાં જતા રહો, માટીમાં ભેળવી દઈશું. ત્યાર બાદ બી પ્રાકની નજીકની વ્યક્તિ અને પંજાબી સિંગર દિલનૂરે મોહાલીના SSPને આ અંગે ફરિયાદ કરી છે. મોહાલી પોલીસને ફરિયાદ કરાઈ દિલનૂરે ફરિયાદમાં જણાવ્યું છે કે ધમકીના કારણે તે ઘરની બહાર નીકળી શકતા નથી. પોલીસ ગેંગ પર કાર્યવાહી કરીને તેને સુરક્ષા આપે. સિંગરને જીવનો ખતરો છે. દિલનૂરની ફરિયાદ પર પંજાબ પોલીસની મોહાલી સ્થિત સાયબર ક્રાઈમ બ્રાન્ચે આની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત સિંગર બી પ્રાકની સુરક્ષાને લઈને પોલીસ પણ એલર્ટ પર છે. નોંધનીય છે કે બી પ્રાક ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં’ ગીતથી ખૂબ જ હિટ થયો હતો. ધમકીની ફરિયાદમાં સિંગરે શું લખ્યું… ફરિયાદની કોપી વાંચો… જાણો કોણ છે સિંગર બી પ્રાક… ચંદીગઢમાં જન્મ, પિતા સંગીતકાર હતા
બી પ્રાકનો જન્મ 7 ફેબ્રુઆરી 1986ના રોજ ચંદીગઢના એક શીખ પરિવારમાં થયો હતો. તેના પિતા સ્વ. વરિન્દર બચ્ચન જાણીતા સંગીતકાર રહ્યા છે. બી પ્રાકે બાળપણમાં પિતા પાસેથી જ સંગીતની ઝીણવટ શીખી. બી પ્રાક ઘણીવાર ઇન્ટરવ્યૂમાં જણાવી ચૂક્યો છે કે તે બાળપણથી સિંગર બનવા માગતો હતો, પરંતુ તેના પિતા ઇચ્છતા હતા કે તે મ્યુઝિક ડાયરેક્ટર બને. મ્યુઝિકની ઝીણવટ શીખવા માટે બી પ્રાકે 10 વર્ષ સુધી પડદા પાછળ રહીને સંગીત શીખ્યું. કોઈ જાણતું ન હતું, જાનીનાં ગીતોથી મળી ઓળખ
કરિયરની શરૂઆતમાં બી પ્રાકે ‘પ્રીક બી’ના નામથી કામ શરૂ કર્યું, પરંતુ શરૂઆતનાં ગીતોને કોઈ ખાસ ઓળખ મળી નહીં. સંઘર્ષના દિવસોમાં તે પોતાના પિતા પાસેથી 30 રૂપિયા લઈને સંગીત શીખવા જતો હતો. એટલું જ નહીં, તેણે સંગીતનો માર્ગ પસંદ કરતાં પહેલાં એક ફેક્ટરીમાં પણ કામ કર્યું હતું. 2017માં ગીતકાર જાનીના ગીત ‘મન ભર્યા જિગરિયા યારા કિ તૂ મૈને છડ જાણા’થી પ્રાકે સિંગિંગમાં ડેબ્યુ કર્યું. આ સેડ સોંગ હોવા છતાં એટલું હિટ થયું કે બી પ્રાકના લાખો ચાહકો બની ગયા. આ ગીત એટલું મોટું હિટ થયું કે તે રાતોરાત સ્ટાર બની ગયો. અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં’ દરેકની જીભ પર ચડી ગયું. 2012માં જાની સાથે મુલાકાત પછી તેની ગાયકીમાં નિખાર આવતો ગયો. આ પહેલા બી પ્રાકે 2013માં હાર્ડી સંધુના ગીત ‘સોચ’નું સંગીત બનાવ્યું હતું. આ ગીતે તેની કિસ્મત બદલવામાં યોગદાન આપ્યું. કાકા-પિતા અને નવજાત બાળકને ગુમાવ્યાં
સફળતાની વચ્ચે બી પ્રાકનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય 2021-22 દરમિયાન હતો, જ્યારે તેણે પોતાના કાકા અને પિતાને ગુમાવ્યા. જૂન 2022માં તેણે પોતાના નવજાત બાળકને પણ ગુમાવ્યું. તે કહે છે કે તેના સંગીતમાં જે દર્દ અને ઊંડાણ છે એ તેના અંગત જીવનના આ જ અનુભવો અને સંઘર્ષોમાંથી આવે છે. થોડા દિવસો પહેલા બીજા દીકરાનો પિતા બન્યો
લગભગ એક મહિના પહેલાં સિંગર બી પ્રાકે બીજા દીકરાના જન્મ વિશે ખુશખબર શેર કરી હતી. પ્રાકે કહ્યું હતું કે દીકરાનો જન્મ 1 ડિસેમ્બર 2025ના રોજ થયો છે. બી પ્રાક અને તેની પત્ની મીરાએ તેના મેસેજમાં એ પણ કહ્યું હતું કે તેના દીકરાનો જન્મ ભગવાનની કૃપાથી થયો છે અને તેનાથી તેમના જીવનમાં એક નવી શરૂઆત થઈ છે. સાથે જ તેમણે પોતાના દીકરાનું નામ પણ જણાવ્યું. કપલે પુત્રનું નામ દ્વિજ બચ્ચન રાખ્યું. તેણે જણાવ્યું કે આ નામનો અર્થ છે ‘ફરી જન્મ’, એટલે કે જીવનમાં એક નવો અને સારો તબક્કો. બી પ્રાક અને મીરા બચ્ચનનાં લગ્ન વર્ષ 2019માં થયાં હતાં. તેના પછીના વર્ષે તે પહેલીવાર દીકરાનાં માતા-પિતા બન્યાં. વર્ષ 2022માં તેમના ઘરે બીજા દીકરાનો જન્મ થવાનો હતો, પરંતુ એ બાળકનું નિધન 10 જૂને જન્મ સમયે જ થઈ ગયું હતું. સિંગરે પોતાના તે નવજાત પુત્રનું નામ ‘ફઝા’ નક્કી કર્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

