લોહીથી લથપથ ચહેરા, વિચલિત કરી દેતી બર્બરતા!:ભૂમિ પેડનેકરના 'દલદલ'થી લોખંડી મનોબળ ધરાવતા લોકો પણ ફફડી ઉઠશે, ક્રાઇમ સિરીઝનું ટીઝર રિલીઝ
ભૂમિ પેડનેકર સ્ટારર ક્રાઈમ થ્રિલર સિરીઝ ‘દલદલ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એક મિનિટ સાત સેકન્ડના ટીઝરમાં લોહીથી લથપથ ચહેરાઓ, વિચલિત કરી દેતા દ્રશ્યો, હિંસા અને દ્વંદથી ભરેલું છે. ટીઝરની શરૂઆત વોર્નિંગથી થાય છે. ટીઝર જોઈને કઠણ હૃદયનું વ્યક્તિ પણ ફફડી ઉઠે તેવી ક્રુરતા દર્શાવવામાં આવી છે. ભૂમિ પોલીસ અધિકારીની દમદાર ભૂમિકામાં જોવા મળશે મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત, આ સિરીઝ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નવનિયુક્ત ડીસીપી રીટા ફરેરાની વાર્તા છે, જેનું પાત્ર ભૂમિ સતીશ પેડનેકરે ભજવ્યું છે. ભૂતકાળની ભૂલ અને ડરનો સામનો થશે ‘દલદલ’ની વાર્તા ડીસીપી રીટા ફરેરાની આસપાસ ફરે છે. રીટા એક એવી પોલીસ અધિકારી છે, જે ન્યાય માટે સમર્પિત છે, પરંતુ પોતાના ભૂતકાળની ભૂલ અને અંદરના ડરથી પરેશાન પણ છે અને તે એક નિર્દય હત્યારાનો પીછો કરવાના એક ભયાનક મિશનમાં ફસાઈ જાય છે. વિચલિત કરતા દ્રશ્યો અજાણ્યો ભય ઊભો કરી જાય છે ટીઝર દર્શકોને એવી દુનિયામાં લઈ જાય છે, જ્યાં હિંસા અને માનસિક ડર માત્ર ચોંકાવનારો નથી, પરંતુ લાંબા સમય સુધી અસર કરે છે. ટીઝરની ક્રૂરતાના ચિત્રણ પરથી સ્પષ્ટ છે કે આ સિરીઝ નબળા હૃદયવાળા લોકો માટે નથી. મૂળભૂત રીતે, દલદલ માત્ર એક ક્રાઈમ-સસ્પેન્સ વાર્તા નથી, પરંતુ તે આઘાત અને નૈતિકતાની ઊંડી તપાસ પણ છે. આ વાર્તા ફક્ત એ નથી પૂછતી કે ગુનો કોણે કર્યો? પરંતુ તેનાથી પણ વધુ ભયાવહ પ્રશ્ન ઉઠાવે છે કે, આવું શા માટે કરવામાં આવ્યું? ભૂમિ પેડનેકર સાથે, આ સિરીઝમાં સમરા તિજોરી અને આદિત્ય રાવલ પણ મુખ્ય ભૂમિકામાં છે. નોંધનીય છે કે, ‘દલદલ’ વિષ ધમિજાના બેસ્ટસેલિંગ પુસ્તક ‘ભીંડી બજાર’ પર આધારિત છે, જેને વિક્રમ મલ્હોત્રા અને સુરેશ ત્રિવેણીએ પ્રોડ્યુસ કરી છે. આનું ડિરેક્શન અમૃત રાજ ગુપ્તાએ કર્યું છે અને વાર્તા ત્રિવેણી સાથે શ્રીકાંત અગ્નિશ્વરન, રોહન ડિસોઝા, પ્રિયા સગ્ગી અને હુસૈન હૈદરીએ લખી છે. ‘દલદલ’નું પ્રીમિયર 30 જાન્યુઆરીએ ભારત સહિત વિશ્વભરના 240 થી વધુ દેશોમાં ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ પર થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

