વડોદરામાં WPLની ફાઈનલ મેચ:મલાઈકા અરોરા-તલવિંદરસિંગે શાનદાર પરફોર્મ કર્યું, કોટંબી સ્ટેડિયમ 30 હજારથી વધુ પ્રેક્ષકોથી ભરચક

Last Updated: February 6, 2026By

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે (5 ફેબ્રુઆરી) વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મહામુકાબલો જામ્યો હતો. મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી, જેથી 30 હજાર કરતા વધુ ક્રિકેટરસિકો મેચ જોવા ઉમટી પડતા સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યું હતું. ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટર મલાઈકા અરોરા અને સિંગર તલવિંદરસિંગનું પરફોમ નિહાળી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને લોરેન બેલ જેવી ક્રિકેટર પર સૌ કોઈની નજર. તો દિલ્હી કેપિટલમાં જેમીમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, સ્નેહા રાણાના પરફોર્મ્સ નિહાળ્યું હતું. કોટંબી સ્ટેડિયમમાં ભીડને કાબૂમાં રાખવા પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.