વધુ એક ક્રિકેટર પર રેપનો આરોપ લાગ્યો:IPL ખેલાડી અભિષેક પોરેલના કોલકાતા હાઈકોર્ટે ધરપકડના આદેશ આપ્યા; ડિવાઇસ જપ્ત કરવા જણાવ્યું

Last Updated: July 23, 2026By

કોલકાતા હાઈકોર્ટે બળાત્કાર કેસમાં IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને અભિષેકના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે, જેથી કથિત ખાનગી ફોટા અને વીડિયો શેર ન કરી શકાય. બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલ પર એક મહિલાએ લગ્નનું વચન આપીને સંબંધ બાંધવા અને બંનેની પ્રાઇવેટ મોમેન્ટને રેકોર્ડ કરવાના આરોપો લગાવ્યા છે. ક્રિકેટર પર ધમકીઓ આપવાના પણ આરોપો છે. 23 વર્ષીય અભિષેક વિકેટકીપર બેટર છે. તે બંગાળ માટે 116 અને IPL ટીમ દિલ્હી કેપિટલ્સ માટે 35 મેચ રમી ચૂક્યો છે. દિલ્હીએ તેને 4 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. પીડિતાનો આરોપ- ફ્લેટ પર સંબંધ બાંધ્યા, હવે ધમકી આપી રહ્યો છે ફરિયાદ મુજબ, અભિષેક પોરેલની મહિલા સાથે જાન્યુઆરી 2023માં ઓળખાણ થઈ હતી. મહિલાનો આરોપ છે કે પોરેલ તેને મંકુંડુ સ્થિત પોતાના ફ્લેટમાં લઈ ગયો અને લગ્નની ખાતરી આપીને સંબંધ બાંધ્યા. બાદમાં તેને જાણ થઈ કે આરોપીના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હતા. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે અભિષેકે તેને ગેરકાયદેસર રીતે રોકી રાખી હતી, ખોરાક આપ્યો ન હતો અને તેને અલગ-થલગ રાખવામાં આવી હતી. 2 એપ્રિલ 2026ના રોજ દિલ્હીમાં બનેલી કથિત ઘટના બાદ તેની શારીરિક સ્થિતિ બગડી ગઈ હતી અને તેને તાત્કાલિક સારવાર લેવી પડી હતી. મહિલાએ ફોન અને સોશિયલ મીડિયાથી ધમકીઓ મળવાનો પણ આરોપ લગાવ્યો છે. કોર્ટે કહ્યું- તપાસ દરમિયાન એક પેન ડ્રાઈવ જપ્ત કરી છે, જેમાં મહત્વપૂર્ણ ડિજિટલ સામગ્રી હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં, આરોપીની ધરપકડ અને તેના ઇલેક્ટ્રોનિક ડિવાઇસની જપ્તી આવશ્યક છે, જેથી કથિત વાંધાજનક ડેટાને આગળ શેર થતો અટકાવી શકાય. હજુ સુધી પોલીસ ધરપકડ કરી શકી નથી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ પહેલાથી જ આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી ધરપકડ થઈ શકી નથી. કોર્ટે પોલીસને આરોપીઓની ધરપકડ અને ડિજિટલ પુરાવાઓને સુરક્ષિત કરવા માટે કાર્યવાહી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે. ક્રિકેટરે આરોપોને ખોટા ગણાવ્યા હતા ક્રિકેટર અભિષેક પોરેલ આ આરોપોને નકારી ચૂક્યો છે. તેણે કહ્યું હતું કે જો તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવી છે, તો આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આ મામલો મોગરા પોલીસ સ્ટેશનમાં 23 જૂન 2026ના રોજ નોંધ્યો હતો. છેલ્લે અભિષેક પોરેલની કરિયર ગ્રાફિકમાં જુઓ… ————————————————————— ક્રિકેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો… પૂર્વ ભારતીય ક્રિકેટર મનજોત કાલરા શ્રીલંકામાં ધરપકડ ભૂતપૂર્વ ભારતીય અંડર-19 ક્રિકેટર અને લંકા પ્રીમિયર લીગ (LPL)ની ટીમ જાફના કિંગ્સના સહ-માલિક મનજોત કાલરાની શ્રીલંકામાં ધરપકડ કરી છે. તેના પર એક ખેલાડીને લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ધરપકડ ટુર્નામેન્ટની છઠ્ઠી સીઝન શરૂ થવાના થોડા કલાકો પહેલા થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…