વનડે વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે ટકરાશે:ટૂર્નામેન્ટમાં 3 વખત મુકાબલો થઈ શકે છે, પહેલીવાર 14 ટીમો 57 મેચ રમશે; જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
ICCએ વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 10 ઑક્ટોબરે રમાશે. બંને ટીમો ગ્રુપ-Aમાં છે. ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી રમાશે. યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. વર્લ્ડ કપમાં પહેલીવાર 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. મુકાબલા 12 સ્થળોએ યોજાશે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા ગ્રુપ-Aમાં ભારત અને પાકિસ્તાનને એકસાથે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમો સામેલ છે. તેમની સાથે જ ક્વોલિફાયર મુકાબલાઓ દ્વારા આવનારી એક ટીમ ગ્રુપ-Aને પૂર્ણ કરશે. બીજી તરફ ગ્રુપ-Bમાં ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. છઠ્ઠી ટીમ ક્વોલિફાયર મુકાબલાઓમાંથી આવશે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ભારત પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કેપ ટાઉનમાં રમશે. 2023 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ કાંગારૂઓએ જ ટીમને હરાવી હતી. ત્યાર બાદ ટીમ 10 ઓક્ટોબરે પાકિસ્તાન સામે જોહાનિસબર્ગમાં રમશે. ભારત-પાકિસ્તાન 3 વખત સામસામે આવી શકે છે ફોર્મેટ મુજબ ભારત અને પાકિસ્તાન એક જ ટૂર્નામેન્ટમાં 3 વખત સામસામે આવી શકે છે. જુઓ સંપૂર્ણ શિડ્યૂલ વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી ભારત મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 મુકાબલા રમાયા છે. તેમાં ભારત 19 વખત જીત્યું છે, જ્યારે પાકિસ્તાનને 4 મેચમાં સફળતા મળી છે. વનડે વર્લ્ડ કપમાં બંને ટીમો 8 વખત સામસામે આવી છે. દરેક વખતે ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. નવું ફોર્મેટ, સુપર સિરીઝથી શરૂઆત થશે ICCએ 2027 વર્લ્ડ કપનું ફોર્મેટ પણ બદલી દીધું છે. ટુર્નામેન્ટની શરૂઆત સુપર સિરીઝથી થશે. તેમાં 14 ક્વોલિફાઇડ ટીમમાં રેન્કિંગના આધારે 12મા, 13મા અને 14મા સ્થાને રહેલી ત્રણ ટીમ રાઉન્ડ-રોબિન રમશે. આ ત્રણેયમાંથી ટોચ પર રહેતી ટીમ આગલા તબક્કામાં પહોંચશે. તેના પછી 12 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાં 6-6 ટીમ હશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમ સામે રમશે. આ તબક્કામાં 30 મેચ થશે. દરેક ગ્રુપની ટોચની 3 ટીમ ઉપરાંત બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમમાંથી વધુ સારો રેકોર્ડ ધરાવતી ટીમ પણ આગલા તબક્કામાં પહોંચશે. આ રીતે કુલ 7 ટીમ સુપર-7માં પહોંચશે. સુપર-7માં સાતેય ટીમ એકબીજા સામે રમશે. આ તબક્કામાં 21 મેચ થશે. પોઇન્ટ્સ ટેબલની ટોચની 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સુપર-7માં નંબર-1 પર રહેનારી ટીમનો સામનો ચોથા ક્રમાંકની ટીમ સાથે થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ બીજા સેમિફાઇનલમાં ટકરાશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ ફાઇનલ રમશે. 12 સ્થળોએ યોજાશે મુકાબલા ICCએ વર્લ્ડ કપ માટે 12 સ્થળો નક્કી કર્યા છે. તેમાં 8 સાઉથ આફ્રિકામાં, 3 ઝિમ્બાબ્વેમાં અને 1 નામિબિયામાં છે. નામિબિયા પહેલીવાર મેન્સ સિનિયર વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે આ પહેલાં 2003માં પણ વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યાં છે. 2027નું આયોજન આફ્રિકામાં 24 વર્ષ બાદ મેન્સ વન-ડે વર્લ્ડ કપની વાપસી પણ હશે. ICCના ચેરમેન જય શાહે કહ્યું: “કાર્યક્રમની જાહેરાત અને ટિકિટ બેલેટની શરૂઆત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 તરફની યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નો છે, જે ચાહકોને ત્રણેય દેશોમાં ક્રિકેટના ભવ્ય મહોત્સવથી એક પગલું વધુ નજીક લાવે છે. ICC પોતાના વર્લ્ડ કપ આયોજનોને શક્ય તેટલા વધુ ચાહકો માટે સુલભ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે, જેમાં પરવડે તેવી ટિકિટ કિંમતો અને એવા વિકલ્પો સામેલ છે, જે પરિવારો, યુવાનો અને સ્થાનિક સમુદાયોને મેદાન પરની રોમાંચક રમતની વધુ નજીક લાવે છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા વિશ્વની શ્રેષ્ઠ ટીમો માટે એક યાદગાર મંચ પૂરો પાડશે—ક્રિકેટ પ્રત્યેનો ઊંડો જુસ્સો, અદભુત સ્થળો અને આતિથ્યની પ્રસિદ્ધ ઉષ્માનું અનોખું સંયોજન રજૂ કરીને. અમે સમગ્ર વિશ્વમાંથી ચાહકોનું સ્વાગત કરવા અને એવી યાદો સર્જવા આતુર છીએ, જે ફાઇનલ મેચ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી તાજી રહેશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


