વરસાદના વિઘ્ન વચ્ચે પણ ભારતે ખડક્યો 460 રનનો પહાડ:શું ભારત ઓવરનાઇટ ડિક્લેર કરીને શ્રીલંકાને બેટિંગ આપશે?; આજે પહેલી ટેસ્ટનો ત્રીજો દિવસ
ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં 9 વિકેટે 460 રન બનાવી લીધા છે. કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના આજના દિવસની રમતને આગળ વધારી શકે કે નહીં એ નક્કી નહીં. કારણ કે ટીમ ઈન્ડિયા ઓવરનાઇટ ડિક્લેરેશન કરી શકે છે. પહેલી ટેસ્ટના બીજા દિવસમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. મેચમાં સાડા ચાર કલાકના વિલંબ પછી શરૂ થઈ હતી. બીજા દિવસે માત્ર 43 ઓવરની જ રમત રમાઈ હતી. દેવદત્ત પડિકલે 167 રન બનાવ્યા ટીમ ઈન્ડિયા તરફથી દેવદત્ત પડિકલે 230 બોલમાં 167 રન ફટકાર્યા હતા. તેની આ શાનદાર ઇનિંગમાં 15 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તેણે પોતાની ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી હતી. કેએલ રાહુલ 82 રન, જુરેલ 51 રન બનાવીને આઉટ પહેલા દિવસે રિટાયર્ડ હર્ટ થઈને મેદાન છોડી ચૂકેલા કેએલ રાહુલ રિષભ પંતના આઉઠ થયા પછી બેટિંગમાં આવ્યો હતો. તે બહુ લાંબી ઇનિંગ રમી ના શક્યો અને 82 રન બનાવીને આઉટ થયો. જ્યારે ધ્રુવ જુરેલે સંભાળીને રમતા 67 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


