‘વર્લ્ડ ચેમ્પિયન’ કેપ્ટન માટે BCCIના દરવાજા ખુલ્લા:પણ શરત એક જ, સૂર્યકુમાર યાદવને કમબેક માટે ડોમેસ્ટિકમાં બતાવવો પડશે દમ; કેપ્ટન બદલાતા ટીમ ઈન્ડિયા જીતવાનું જ ભૂલી ગઈ!

Last Updated: July 13, 2026By

સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે. ન્યૂઝ એજન્સી ANIને BCCIના એક સૂત્રએ જણાવ્યું કે સૂર્યા માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે. જોકે તે હજુ ટીમની યોજનાનો ભાગ નથી. જો તે ઘરેલું ક્રિકેટમાં સતત રન બનાવશે, તો વાપસી શક્ય છે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન સૂર્યાને ખરાબ ફોર્મના કારણે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેમની પાસેથી કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. તેમની જગ્યાએ BCCIએ શ્રેયસને નવો ટી-20 કેપ્ટન બનાવ્યો છે. ટી-20 વર્લ્ડ કપ અને IPL મળીને માત્ર 3 ફિફ્ટી લગાવી સૂર્યાએ ટી-20 વર્લ્ડ કપ 2026ની 9 ઇનિંગ્સમાં 242 રન બનાવ્યા. તેણે માત્ર એક ફિફ્ટી ફટકારી. સૂર્યાનું ખરાબ ફોર્મ IPL 2026માં પણ ચાલુ રહ્યું. તે 13 ઇનિંગ્સમાં માત્ર 270 રન જ બનાવી શક્યો. તેની સરેરાશ 20.76 રહી. સૂર્યા સિઝનમાં માત્ર 2 ફિફ્ટી ફટકારી શક્યો. ભારત સતત 2 સિરીઝ હાર્યું શ્રેયસની કપ્તાનીમાં ભારત સતત બે ટી-20 સિરીઝ હાર્યું. પહેલા આયર્લેન્ડ સામે 2-0થી હાર મળી. આ આયર્લેન્ડની ભારત સામેની પ્રથમ સિરીઝ જીત હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડે 5 મેચની ટી-20 સિરીઝમાં 4-0થી હરાવ્યું. સૂર્યાની કપ્તાની ગયા પછી ભારત એક પણ મેચ જીતી શક્યું નથી. સૂર્યાની કેપ્ટનશિપમાં ભારત એક પણ સિરીઝ હાર્યું નથી સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે આ જ વર્ષે 8 માર્ચે ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીત સાથે ભારત પોતાના ટાઇટલનો બચાવ કરનાર અને સતત બે ટી-20 વર્લ્ડ કપ જીતનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો. મહત્વની વાત એ છે કે સૂર્યાની કેપ્ટનશિપમાં ભારત એક પણ સિરીઝ હાર્યું નથી. સૂર્યા ટી-20માં 4 સદી ફટકારી ચૂક્યા છે સૂર્યકુમારે 113 મેચમાં 3272 રન બનાવ્યા છે. તેમની સરેરાશ 36.35 અને સ્ટ્રાઈક રેટ 162.94 રહ્યો છે. સૂર્યકુમારના નામે 4 સદી અને 25 અડધી સદી નોંધાયેલી છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 117 રન છે. સૂર્યાએ 297 ચોગ્ગા, 179 છગ્ગા ફટકાર્યા છે. તેમણે 58 કેચ પણ લીધા છે.