વિદર્ભ બીજી વખત વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં:5 વખતની ચેમ્પિયન કર્ણાટકને 6 વિકેટે હરાવ્યું; અમન મોખડેની સદી
વિદર્ભે બીજી વખત વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે ગુરુવારે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં કર્ણાટકને 6 વિકેટે હરાવ્યું. આ પહેલા વિદર્ભ 2024–25 સીઝનમાં પણ ફાઇનલ સુધી પહોંચી ચૂક્યું છે. બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડમાં કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પાંચ વખતની ચેમ્પિયન કર્ણાટકની ટીમ 49.4 ઓવરમાં 280 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ટીમ તરફથી કરુણ નાયરે સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી. વિદર્ભ માટે દર્શન નાલકંડેએ શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી. 281 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી વિદર્ભની ટીમે અમન મોખડેની સદીની મદદથી 46.2 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 284 રન બનાવીને મુકાબલો પોતાના નામે કરી લીધો. કર્ણાટક તરફથી અભિલાષ શેટ્ટીએ 3 વિકેટ લીધી. કરુણ નાયરની વધુ એક શાનદાર ઇનિંગ્સ કર્ણાટકની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમના કેપ્ટન મયંક અગ્રવાલ 9 રન બનાવીને આઉટ થઈ ગયો, જ્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા દેવદત્ત પડિકલ માત્ર 4 રન જ બનાવી શક્યો. શરૂઆતી ઝટકાઓ પછી કરુણ નાયરે ઇનિંગ્સને સંભાળી. નાયરે 90 બોલમાં 76 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. તેણે ધ્રુવ પ્રભાકર (28 રન) સાથે ફિફ્ટીની ભાગીદારી કરી, જ્યારે કૃષ્ણન શ્રીજીથ (54 રન) સાથે 100+ રનની ભાગીદારી કરીને કર્ણાટકના સ્કોરને મજબૂત બનાવ્યો. શ્રીજીથ-કરુણની સદીની ભાગીદારી 74 રનમાં 3 વિકેટ પડ્યા બાદ કૃષ્ણન શ્રીજીથે કરુણ નાયર સાથે મળીને ચોથી વિકેટ માટે 113 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. શ્રીજીથે 53 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા. ત્યારબાદ સ્પિન ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલે 39 બોલમાં 36 રનની ઉપયોગી ઇનિંગ રમી, જ્યારે અભિનવ મનોહરે 33 બોલમાં 26 રન ઉમેરીને કર્ણાટકને 280 રનના સ્કોર સુધી પહોંચાડ્યું. દર્શનના નામે 5 વિકેટ વિદર્ભ તરફથી દર્શન નાલકંડેએ શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી. તેણે કરુણ નાયર, ધ્રુવ પ્રભાકર, શ્રેયસ ગોપાલ, અભિનવ મનોહર અને વિદ્યાધર પાટીલને પેવેલિયન ભેગા કર્યા. દર્શન નાલકંડે ઉપરાંત યશ ઠાકુરે 2 વિકેટ લીધી, જ્યારે યશ કદમ અને નચિકેત ભુટેને 1-1 સફળતા મળી. અમનની 138 રનની મેચ વિનિંગ ઇનિંગ 281 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમને શરૂઆતી ઝટકો લાગ્યો, જ્યારે ઓપનર અથર્વ તાયડે માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ ધ્રુવ શોરે (47 રન)એ અમન મોખડે સાથે મળીને બીજી વિકેટ માટે 119 બોલમાં 98 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને કર્ણાટકને દબાણમાં લાવી દીધું. શોરે આઉટ થયા બાદ અમન મોખડેએ પહેલા પોતાની અડધી સદી પૂરી કરી અને પછી રવિકુમાર સમર્થ સાથે મળીને 112 બોલમાં 147 રનની ભાગીદારી કરી, જેના કારણે મેચ સંપૂર્ણપણે વિદર્ભના પક્ષમાં જતી રહી. અમન મોખડેએ 122 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 138 રનની શાનદાર અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. રવિકુમાર સમર્થે પણ અડધી સદી ફટકારી અને 76 રન બનાવી અણનમ રહ્યો. તેણે પોતાની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા ફટકાર્યા અને ટીમને જીત અપાવી. વિકેટકીપર રોહિત બિંકરે 11 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન હર્ષ દુબે ખાતું ખોલ્યા વિના અણનમ પાછો ફર્યા. કર્ણાટક તરફથી અભિલાષ શેટ્ટીએ સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે વિદ્યાધર પાટીલને 1 વિકેટ મળી. બંને ટીમ સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચી કર્ણાટકે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મુંબઈને 55 રનથી હરાવીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી. આ જીત સાથે કર્ણાટકે અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે, વિદર્ભની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં દિલ્હીને 76 રનથી હરાવીને સેમિફાઇનલની ટિકિટ મેળવી હતી. શાનદાર પ્રદર્શનના દમ પર વિદર્ભે સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. બંને ટીમની પ્લેઇંગ-11 વિદર્ભ- અથર્વ તાયડે, અમન મોખડે, ધ્રુવ શૌરી, રવિકુમાર સમર્થ, યશ રાઠોડ, યશ કદમ, રોહિત બિંકર (વિકેટકીપર), નચિકેત ભુટે, હર્ષ દુબે (કેપ્ટન), દર્શન નાલકંડે, યશ ઠાકુર. કર્ણાટક- મયંક અગ્રવાલ (કેપ્ટન), દેવદત્ત પડિકલ, કરુણ નાયર, કૃષ્ણન શ્રીજીત (વિકેટકીપર), અભિનવ મનોહર, ધ્રુવ પ્રભાકર, શ્રેયસ ગોપાલ, અભિલાષ શેટ્ટી, વિજયકુમાર વિશક, વિદ્યાધર પાટીલ, વિધાથ કાવેરપ્પા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

