વુમન્સ T20 વર્લ્ડકપ: ભારતની પહેલી વિકેટ પડી:શેફાલી બોલ્ડ થઈ, સ્મૃતિ સાથેની 66 રનની ભાગીદારી તૂટી; ઓસ્ટ્રેલિયા સામે સ્કોર-74/1
વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આ મેદાન પર પહેલીવાર ભારતીય મહિલા ટીમ કોઈ T20 મેચ રમી રહી છે. ઈન્ડિયન વુમન્સ ટીમનો સ્કોર 10 ઓવરમાં 74/1 છે. ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સ ક્રિઝ પર હાજર છે. શેફાલી વર્માને 34 રન પર સોફી મોલિન્યૂએ બોલ્ડ કરી દીધી છે. આ સાથે જ શેફાલી અને સ્મૃતિ વચ્ચેની 66 રનની પાર્ટનરશિપ તૂટી ગઈ છે. સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ સંજોગોમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું જ પડશે. દિવસની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા લગભગ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. બીજા સ્થાનનો નિર્ણય ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે. આફ્રિકાના હવે 5 મેચમાં 8 પોઇન્ટ્સ થઈ ગયા છે. ભારતના 4 મેચમાં 6 પોઇન્ટ્સ અને +2.268ની રનરેટ છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

