વૈભવે 13 સિક્સનો વાયદો કર્યો, 10 ફટકારી:જોફ્રા આર્ચર સામે બેટિંગ કરવાની હિંમત બતાવી; કુમાર સંગાકારાએ કિસ્સાઓ સંભળાવ્યા
વૈભવ સૂર્યવંશીને લઈને IPLના નવા કિસ્સાઓ સામે આવ્યા છે. શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સના હેડ કોચ કુમાર સંગાકારાએ વૈભવના આત્મવિશ્વાસની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે વૈભવે IPLમાં એક મેચ દરમિયાન 13 સિક્સ મારવાનું વચન આપ્યું હતું અને 10 છગ્ગા ફટકાર્યા હતા. સંગાકારાએ કહ્યું- રાજસ્થાનના 2 અઠવાડિયાના કેમ્પ દરમિયાન જ્યારે કોઈ બેટર જોફ્રા આર્ચર સામે રમવા તૈયાર ન હતો. ત્યારે વૈભવે કહ્યું કે ‘હું બેટિંગ કરીશ.’ સંગાકારાએ સ્કાય સ્પોર્ટ્સના એક શો દરમિયાન આ કિસ્સાઓ સંભળાવ્યા. આયર્લેન્ડ સામે ચાલી રહેલી T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશીના ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની અટકળો છે. જોકે, 26 જૂને રમાયેલી પ્રથમ મેચમાં તેને રમવાની તક મળી ન હતી. 220 રનનો ટાર્ગેટ હતો, વૈભવે કહ્યું- કોચ, ચિંતા ન કરો IPL 2026માં રાજસ્થાનને લખનઉ સુપર જાયન્ટ્સ સામે 220 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો. પ્રથમ ઇનિંગ્સ પછી વૈભવ સંગાકારા પાસે ગયો. તેણે આંખ મારીને કહ્યું- “કોચ, ચિંતા ન કરો. આ થઈ જશે.” ડ્રેસિંગ રૂમમાં તેણે ડોનોવન ફરેરા અને લુઆન-ડ્રે પ્રિટોરિયસને કહ્યું- ‘સાંભળો, હું 13 સિક્સ મારીશ. તે પછી તમે બાકીનું કામ સંભાળી લેજો.’ આ મેચમાં વૈભવે 10 છગ્ગા ફટકારીને 93 રન બનાવ્યા. આ મેચ રાજસ્થાને 7 વિકેટે જીતી હતી. જ્યારે વૈભવ 5-6 સિક્સ લગાવી ચૂક્યો હતો, ત્યારે ફરેરા અને પ્રિટોરિયસ એકબીજાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી તેઓ ગણતરી કરવા લાગ્યા કે ક્યાંક આ છોકરો ખરેખર 13 છગ્ગા ન લગાવી દે. સંગાકારાએ કહ્યું, ‘આટલો આત્મવિશ્વાસ આ બાળકમાં છે.’ ગુવાહાટી કેમ્પમાં આર્ચર સામે બેટિંગ કરી સંગાકારાએ ગુવાહાટીમાં રોયલ્સ કેમ્પનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ બે અઠવાડિયાના કેમ્પ માટે પહોંચ્યા ત્યારે એક નાની સાઇડ નેટમાં જોફ્રા આર્ચર અને સંદીપ શર્મા નવા બોલથી બોલિંગ કરી રહ્યા હતા. કોઈ તેમની સામે બેટિંગ કરવા તૈયાર નહોતું. ત્યારે વૈભવે આગળ વધીને કહ્યું- ‘હું બેટિંગ કરીશ.’ જ્યારે પણ બોલ બેટના મધ્ય ભાગમાં વાગતો, ત્યારે ધડાકા જેવો અવાજ આવતો હતો. તેણે આર્ચર અને સંદીપ શર્મા બંનેને ખુલીને રમ્યા. એક તબક્કે આર્ચર હસી પડ્યો. તેનું કારણ એ હતું કે ઝડપી બોલિંગ કરવા છતાં વૈભવ તેને ખૂબ જ આરામથી રમી રહ્યો હતો. વૈભવના ડેબ્યૂ પર નજર રહેશે આયર્લેન્ડ પ્રવાસમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના સિનિયર ઇન્ટરનેશનલ ડેબ્યૂની પણ અપેક્ષા છે. બીજી ટી-20 મેચ 28 જૂને સાંજે 6 વાગ્યાથી રમાશે. આ મેચમાં વૈભવના ડેબ્યૂની સંભાવના છે. IPLનો ટૉપ સ્કોરર રહ્યો હતો વૈભવ તાજેતરમાં તેણે ઈન્ડિાયા-A અને શ્રીલંકા-A વચ્ચેની ટ્રાઇ સિરીઝની ફાઈનલમાં માત્ર 11 બોલમાં લિસ્ટ-A ક્રિકેટની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેજ, IPL 2026માં વૈભવે સૌથી વધુ 776 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 237.31 રહ્યો હતો. તેણે એક સદી પણ ફટકારી હતી. આ જ પ્રદર્શનના આધારે તેને ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

