વૈભવ સૂર્યવંશી આજે પણ નહીં રમે!:એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ભારત vs શ્રીલંકા; બંને ટીમની છેલ્લી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ

Last Updated: September 30, 2026By

એશિયન ગેમ્સમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સેમિફાઇનલ મુકાબલો રમાશે. મેચ સવારે 10:30 વાગ્યે જાપાનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં શરૂ થશે. બંને ટીમ વચ્ચેની ક્વાર્ટરફાઇનલ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વધુ સારી T20 રેન્કિંગના આધારે બંનેને સેમિફાઇનલમાં સ્થાન મળ્યું. આજે વરસાદ પડવાની શક્યતા નથી. આ દરમિયાન સૌથી મોટો સવાલ ભારતના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી રમશે કે નહીં તે અંગે છે. ટીમ તરફથી અત્યાર સુધી મળેલા સંકેતો મુજબ વૈભવ માટે આ મેચમાં રમવું મુશ્કેલ છે. ટીમ અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી સાથે જ મેદાનમાં ઉતરશે. વૈભવ ત્યારે જ રમી શકશે, જ્યારે મેચ પહેલાં કોઈ બેટર ઈજાગ્રસ્ત થઈ જાય. જાપાનમાં ભારત માત્ર 10 ઓવરની ક્રિકેટ રમી શક્યું ટીમ ઈન્ડિયાએ 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટીમ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટાઇટલને ડિફેન્ડ કરવા જાપાન પહોંચી છે. જોકે ટીમ અત્યાર સુધી ત્યાં માત્ર 10 ઓવરની જ ક્રિકેટ મેચ રમી શકી છે. ભારતે જાપાનમાં એકમાત્ર મુકાબલો યજમાન ટીમ સામે જ રમ્યો હતો, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની પૂર્ણતાની ઉજવણીના અવસરે આયોજિત કર્યો હતો. આ મેચ પણ વરસાદને કારણે માત્ર 5-5 ઓવરની જ થઈ શકી હતી. ભારતે આ નજીકના મુકાબલામાં 2 રનથી જીત નોંધાવી હતી. આ મેચ એશિયન ગેમ્સનો ભાગ નહોતી. ભારતે છેલ્લી પાંચેય મેચ જીતી, શ્રીલંકા 4 મેચ હાર્યું ઈશાન અને અભિષેક ભારતના ટૉપ T20 બેટર્સ શ્રીલંકાની ટીમમાં 4 અનકેપ્ડ ખેલાડીઓ શ્રીલંકાએ એશિયન ગેમ્સ માટે પોતાની બી ટીમ મોકલી છે. ટીમનો કેપ્ટન સેહાન અરાચિગે અત્યાર સુધીમાં માત્ર એક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો છે. આ મેચ પણ તેણે 2023ની એશિયન ગેમ્સમાં અફઘાનિસ્તાન સામે રમી હતી. શ્રીલંકાની 15 સભ્યોની ટીમમાં 4 અનકેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે 6 ખેલાડીઓએ 10થી ઓછી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ડિકવેલાની લાંબા સમય બાદ T20માં વાપસી નિરોશન ડિકવેલા લાંબા સમય બાદ શ્રીલંકાની T20 ટીમમાં પરત ફર્યો છે. તેણે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 2021માં રમી હતી. તાજેતરમાં ભારત સામેની ટેસ્ટમાં ડિકવેલાએ 80 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે, લંકા પ્રીમિયર લીગમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર/અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ. શ્રીલંકા: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), લસિથ ક્રૂસ્પુલ્લે, સહાન અરાચિગે (કેપ્ટન), નુવાનિદુ ફર્નાન્ડો, અશેન બંડારા, ચામિકા કરુણારત્ને, થારિન્દુ રત્નાયકે, વાનુજા સહાન, વિજયકાંત વિયાસકાંત, નુવાન તુષારા, બિનુરા ફર્નાન્ડો.