વ્હાઇટ ટ્વિનિંગ ને દેશી લુક:જમીન પર બેસીને સહી કરી, બાળકો બન્યા ત્રીજા લગ્નના સાક્ષી; આમિર-ગૌરીના મેરેજની એ 5 ખાસ પળો

Last Updated: July 5, 2026By

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાને 5 જુલાઈના રોજ બાંદ્રા સ્થિત નિવાસસ્થાને ગૌરી સ્પ્રેટ સાથે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. મુંબઈના ભારે વરસાદ વચ્ચે પણ આ ઇન્ટિમેટ વેડિંગની ઇનસાઇડ તસવીરો અને પળો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જુઓ લગ્નની 5 સૌથી સ્પેશિયલ મોમેન્ટ્સ: 1. વ્હાઇટ ટ્વિનિંગ અને દેશી લુક આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ બંનેએ ખાસ દિવસ માટે ભારેભરખમ આઉટફિટ્સના બદલે અત્યંત સાદગીપૂર્ણ દેશી લુક પસંદ કર્યો હતો. બંને વ્હાઇટ એથનિક આઉટફિટ્સમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. આમિરે ક્રીમ કલરનો કુર્તો અને બ્રોચ પહેર્યો હતો, જ્યારે ગૌરીએ આઇવરી લેસ સૂટ અને સિમ્પલ ચોટલો બનાવ્યો હતો. 2. જમીન પર બેસીને સહી કરી લગ્નની સૌથી ચર્ચિત અને સુંદર પળ એ હતી જ્યારે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ પોતાના લિવિંગ રૂમમાં જમીન પર બેસીને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નના ડોક્યુમેન્ટ્સ પર સહી કરી. આ ક્ષણ દર્શાવે છે કે આ સુપરસ્ટારના લગ્ન ભલે ત્રીજી વખત થયા હોય, પણ છતાં તેનો સરળ અને સાદગી સ્વભાવ દેખાયો. 3. બાળકોની હાજરીમાં લગ્ન અનોખી મોમેન્ટ જ્યારે આમિર અને ગૌરી લગ્નના પેપર્સ સાઇન કરી રહ્યા હતા, ત્યારે ગૌરીનો તેની અગાઉની લગ્નથી થયેલો દીકરો આ બંનેની બરાબર વચ્ચે ઊભો રહીને સહીઓ જોતો હતો. જ્યારે બીજી તરફ આમિર અને કિરણ રાવનો દીકરો આઝાદ રાવ ખાન પિતાની બાજુમાં બેઠો હતો. ઉપરાંત રીના દત્તાથી થયેલા બાળકો— જુનૈદ ખાન અને આયરા ખાન પણ આ પળના સાક્ષી બની હતી. 4. માતાના આશીર્વાદ તસવીરોમાં બેકગ્રાઉન્ડમાં આમિર ખાનના માતા ઝીનત હુસૈન પણ સોફા પર બેઠેલા જોવા મળે છે. પોતાના 61 વર્ષના દીકરાને ફરીથી વરરાજો બનતાં જોઈને માતાના ચહેરા પર એક સંતોષ અને ખુશીની પળ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
5. ગૌરીને ‘પત્ની’ કહેતા તાળીઓ ગુંજી ઉઠી, ‘આજ મેરે યાર કી શાદી’ પર ડાન્સ લગ્નના કાગળો પર સહી કરવાની કાનૂની પ્રક્રિયા જેવી જ પૂરી થઈ, કે તરત જ હોલમાં હાજર તમામ લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. સહી કર્યા બાદ આમિર ખાને ખૂબ જ ગર્વ અને પ્રેમથી ગૌરી તરફ ઈશારો કરીને સત્તાવાર રીતે સગાં-સંબંધીઓ સામે જાહેરાત કરી કે, “શી ઇઝ માય વાઇફ” આમિરના મોઢે આ શબ્દો સાંભળતા જ રૂમમાં હાજર પરિવારના સભ્યો, મિત્રો અને બંનેના બાળકોએ જોરદાર તાળીઓ અને ચિચિયારીઓ પાડીને આ નવી શરૂઆતને વધાવી લીધી હતી. ગૌરીના ચહેરા પર પણ આ સાંભળીને એક સુંદર સ્મિત આવી ગયું હતું. લગ્નની વિધિ પત્યા પછી ઘરમાં જ એક નાની મ્યુઝિકલ સેલિબ્રેશન જોવા મળ્યું. લગ્નગીત ‘આજ મેરે યાર કી શાદી હૈ…’ વાગ્યું, કે તરત જ આમિર ખાનના નજીકના મિત્રો, ‘લગાન’ ફેમ અમીન હાજી અને કરીમ હાજીએ એક્ટર સાથે ડાન્સ કર્યો. બાજુમાં, ગૌરી પણ ડાન્સ કરતી જોવા મળી. વરસતા વરસાદમાં સેલેબ્સની હાજરી