શાહરુખને બોલિવૂડમાં 34 વર્ષ પૂરા થયા:ખિસ્સામાંથી બાળપણનો કપડાં વગરનો ફોટો કાઢી બતાવ્યો; ઝૂમે જો પઠાણ ને છમ્મક છલ્લો પર ડાન્સ પણ કર્યો
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 34 વર્ષ પૂરા થયા છે. તેની પહેલી ફિલ્મ ‘દીવાના’ 34 વર્ષ પહેલાં આજના જ દિવસે 26 જૂને રિલીઝ થઈ હતી. આ ખાસ અવસરે શાહરુખ ખાન મેંગલુરુના એક ઇવેન્ટનો ભાગ બન્યો હતો, જ્યાં આઇકોનિક પોઝ, હિટ ગીતોમાં ડાન્સ કરતા એક્ટરે મેંગલુરુની બાળપણની યાદો પર પણ વાત કરી હતી. આ દરમિયાન એક્ટરે કન્નડમાં ચાહકો સાથે વાત કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શાહરુખ ખાન આ ઇવેન્ટમાં બાળપણની એક તસવીર લઈને પહોંચ્યો હતો. ઇવેન્ટની વચ્ચે તેણે ખિસ્સામાં રાખેલી તે તસવીર કાઢીને પ્રેક્ષકોને બતાવી, જે તેના મતે, તેના બાળપણની એકમાત્ર તસવીર છે. શાહરુખે તસવીર બતાવતા કહ્યું, ‘ભલે આ સમયે આ તસવીર થોડી વિચિત્ર લાગે, કારણ કે હું તેમાં કપડાં વગરનો છું. આ મારી પાસે મારા બાળપણની એકમાત્ર તસવીર છે, જે મેંગલુરુમાં લેવામાં આવી હતી. હું કપડાં વગર ટબમાં બેઠો છું.’ શાહરુખ ખાનનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો, જોકે તેણે બાળપણના શરૂઆતના 5 વર્ષ પોતાના દાદા ઇફ્તિખાર અહેમદ સાથે મેંગલુરુમાં જ વિતાવ્યા છે. ઇવેન્ટમાં શાહરુખ ખાને ફેન્સને કન્નડમાં ગ્રીટ કર્યા હતા, ત્યારબાદ તેણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ગીતોની સાથે-સાથે ઝૂમે જો પઠાણ અને છમ્મક છલ્લો પર પણ પરફોર્મ કર્યું. જુઓ ઇવેન્ટમાંથી શાહરુખ ખાનની તસવીરો- ફિલ્મ દીવાનામાં બન્યો વિલન, સંયોગથી મળી હતી આ ફિલ્મ ફિલ્મો પહેલાં શાહરુખ ખાને ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું, જેના પછી તેને ફિલ્મ દીવાના એક સંયોગથી મળી. આ ફિલ્મમાં રાજા સહાયના રોલ માટે પહેલા અરમાન કોહલીને ફાઇનલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણસર એક્ટરે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આ જ સમયે શેખર કપૂરે પ્રોડ્યુસર ગુડ્ડુ ધનોઆને શાહરુખને મળવા માટે દિલ્હી મોકલ્યો. તે કનોટ પ્લેસમાં મળ્યા. ગુડ્ડુ ધનોઆએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “ત્યાં સુધીમાં, અભિનેતાની કોઈ પણ ફિલ્મ રિલીઝ થઈ ન હતી. તેમ છતાં તેણે મને કહ્યું, ‘હું તમારી ફિલ્મ કરી શકતો નથી. હું પહેલાથી જ 5 ફિલ્મો કરી રહ્યો છું.’ આ સાંભળીને મને આઘાત લાગ્યો. પૂછવા પર એક્ટરે જણાવ્યું કે તે હેમા માલિનીની ‘દિલ આશના હૈ’ (1992), ‘રાજૂ બન ગયા જેન્ટલમેન’ (1992), ‘ચમત્કાર’ (1992), ‘કિંગ અંકલ’ (1993) અને ‘કભી હા કભી ના’ (1994) માં કામ કરી રહ્યો છે. મેં તેમ છતાં વિનંતી કરી કે તેણે એકવાર સ્ટોરી જરૂર સાંભળવી જોઈએ. શાહરુખે પછી મને બીજા દિવસે બપોરે 12 વાગ્યે પોતાના ઘરે આવવા કહ્યું હતું.” ગુડ્ડુ ધનોઆએ જણાવ્યું, “બીજા દિવસે મળવા પર શાહરુખને સ્ટોરીનો સેકન્ડ હાફ એટલો પસંદ આવ્યો કે તેણે કહ્યું, ‘ગુડ્ડુ, હું તમારી ફિલ્મ કરી રહ્યો છું.’ પરંતુ ત્યારે જ જ્યારે મારી બાકીની ફિલ્મોની તારીખો આગળ વધી જાય અથવા રદ થઈ જાય. નસીબ જુઓ, જે ફિલ્મ માટે તારીખો ન હતી, તે ફિલ્મ સૌથી પહેલા રિલીઝ થઈ ગઈ અને સુપરહિટ પણ સાબિત થઈ.” પહેલી ફિલ્મમાં શાહરુખની આટલી ફી હતી એક એવી ફિલ્મ, જેમાં એક્ટ્રેસની એન્ટ્રી સેકન્ડ હાફમાં થઈ હતી. તેમ છતાં લોકોને શાહરુખની એક્ટિંગ ખૂબ પસંદ આવી. ગુડ્ડુ ધનોઆએ જણાવ્યું કે કિંગ ખાનને આ ફિલ્મ માટે 11 હજાર સાઇનિંગ અમાઉન્ટ અને 1.50 લાખ રૂપિયા એક્ટિંગ ફી આપવામાં આવી હતી. રિષિ કપૂરને ફિલ્મનું ગીત ‘ઐસી દીવાનગી’ એટલું પસંદ આવ્યું હતું કે તે પોતે આ ગીત કરવા માંગતા હતા. જોકે, આવું થયું નહીં. ગીત શાહરુખ પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ફિલ્મથી શાહરિખ ખાને ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી લીધી અને આગળ હિટ આપતા ટોપ એક્ટર્સમાં સામેલ થયા. આજે શાહરૂખ બોલિવૂડના સૌથી સફળ એક્ટર છે, જેની ગણતરી દુનિયાના સૌથી ધનિક અભિનેતાઓમાં પણ થાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

