શિયાળાની શરૂઆત સાથે ગરમ-ગરમ છોલે ભટૂરેનો સ્વાદ, તિરૂપતિ તેલમાં બને તો હેલ્ધી પણ, સ્વાદિષ્ટ પણ

Last Updated: January 11, 2026By

શિયાળાની શરૂઆત થતા જ લોકો ગરમ-ગરમ અને ટેસ્ટી ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આજના સમયમાં લોકો માત્ર સ્વાદ જ નહીં, હેલ્થને પણ એટલું જ મહત્વ આપે છે. એ કારણે રસોઈમાં કયું તેલ વાપરવું તે બહુ મહત્વનું બની ગયું છે. જ્યારે હેલ્થની વાત આવે ત્યારે ઘણા લોકો તિરૂપતિ તેલનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

તિરૂપતિ તેલ લાઇટ, હેલ્ધી અને નૉન-સ્ટિક કુકિંગ માટે પરફેક્ટ માનવામાં આવે છે. શિયાળામાં ઘરે જ છોલે ભટૂરે બનાવો તો તિરૂપતિ તેલ ઉત્તમ વિકલ્પ બની રહે છે. આ તેલમાં તળેલા ભટૂરા ઓછું તેલ શોષે છે, એટલે એ ટેસ્ટી હોવા સાથે વધુ હેલ્ધી રહે છે. તો ચાલો બનાવીએ સરળ રીતે છોલે-ભટૂરે.

છોલે બનાવવાની સામગ્રી

2 કપ ઉકાળેલા કાબુલી ચણા

2 ટેબલસ્પૂન તિરૂપતિ તેલ

1 બારીક સમારેલા કાંદો

2 ટમેટાં પ્યુરી

1 ટીસ્પૂન આદુ–લસણ પેસ્ટ

 2 ટીસ્પૂન છોલે મસાલો

1 ટીસ્પૂન લાલ મરચું

½ ટીસ્પૂન હળદર

1 ટીસ્પૂન ધાણા-જીરું પાઉડર

સ્વાદ મુજબ મીઠું

½ ટીસ્પૂન ગરમ મસાલો

1 ટીસ્પૂન લીંબુનો રસ

લીલા ધાણા ગાર્નિશ માટે

છોલે બનાવવાની રીત

1. પેનમાં તિરૂપતિ તેલ ગરમ કરો.

2. તેમાં કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી શેકો.

3. હવે આદુ–લસણ પેસ્ટ નાખી 1 મિનિટ શેકો.

4. ટમેટાની પ્યુરી ઉમેરો અને તેલ છૂટે ત્યાં સુધી થવા દો

5. પછી છોલે મસાલો, લાલ મરચું, હળદર, ધાણા-જીરૂં પાઉડર અને મીઠું ઉમેરો.

6. ઉકાળેલા ચણા અને થોડું પાણી ઉમેરો.

7. 10–12 મિનિટ ધીમા તાપે ઉકળવા દો જેથી ગાઢ ગ્રેવી બને.

8. અંતે ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.

9. ઉપર લીલા ધાણા નાખીને ગાર્નિશ કરો.

ભટૂરા બનાવવાની સામગ્રી

2 કપ મેંદો

1 ટેબલસ્પૂન રવો

2 ટેબલસ્પૂન તેલ

4 ટેબલસ્પૂન દહીં

1 ટીસ્પૂન ખાંડ

¼ ટીસ્પૂન બેકિંગ પાઉડર

મીઠું સ્વાદ મુજબ

પાણી જરૂર મુજબ

તળવા માટે તિરૂપતિ તેલ

ભટૂરા બનાવવાની રીત

1. એક બાઉલમાં મેંદો, રવો, મીઠું, ખાંડ અને બેકિંગ પાઉડર મિક્સ કરો.

2. દહીં અને પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધો.

3. લોટ પર થોડું તેલ લગાવી ઢાંકી 1 કલાક રાખો.

4. નાના બોલ્સ બનાવી પૂરી જેવી પણ થોડી મોટી વણી લો.

5. કડાઈમાં તિરૂપતિ તેલ ગરમ કરો.

6. તેલ ગરમ થાય એટલે ભટૂરા તળવા મૂકો.

7. બંને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.

8. ગરમાગરમ ભટૂરેને છોલે સાથે સર્વ કરો.

હેલ્થ બેનેફિટ

તિરૂપતિ તેલમાં બનેલા છોલે-ભટૂરે ટેસ્ટી તો છે જ, સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે. તિરૂપતિ તેલ વિટામિન E થી ભરપૂર હોવાથી શિયાળાની સિઝનમાં બોડીની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. એટલે આ શિયાળામાં સ્વાદ સાથે હેલ્થનું બેલેન્સ જાળવો તિરૂપતિ તેલ સાથે.

તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://shop.tirupatioils.com/shop/

Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.