શેરબજાર ધડામ, રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા:સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો, 73,000 પર આવ્યો, નિફ્ટી 300 પોઈન્ટ ગગડ્યો; બેન્કિંગ-FMCG શેરોમાં વેચવાલી

Last Updated: September 28, 2026By

ગત શુક્રવારે 25 સપ્ટેમ્બરે સતત સાતમા અઠવાડિયે રેડ નિશાનમાં બંધ થયા બાદ, આજે 28 સપ્ટેમ્બરે સોમવારે પણ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટ અથવા 1.20%ના ઘટાડા સાથે 73,000 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઈન્ટ અથવા 1.20%નો ઘટાડો છે, તે 22,850 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, FMCG અને રિયલ્ટી શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી રહી છે. રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા શેર માર્કેટ ક્રેશ વચ્ચે તમામ કેટેગરીમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી. દિગ્ગજ કંપનીઓના શેર તાશના પત્તાંની જેમ વેરવિખેર થઈ ગયા. BSEની લાર્જકેપ કેટેગરીમાં જોઈએ તો તેમાં સામેલ તમામ 30માંથી 30 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી વધુ ઘટાડા સાથે HDFC Bank Share (1.90%), Kotak Bank Share (1.80%), SBI Share (1.60%), HUL Share (1.58%), Trent Share (1.56%), Bajaj Finance Share (1.40%), Reliance Share (1.35%), ICICI Bank Share (1.34%) કારોબાર કરી રહ્યા હતા. બેન્કિંગ સ્ટોક્સમાં હાહાકાર મચ્યો અને BSE Bankex 1.60%ના ઘટાડા સાથે જોવા મળ્યો. આ ઉપરાંત આઈટી શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો અને IT Index 1.10% ગગડી ગયો. બજારના આ ઘટાડામાં રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયાથી વધુ જોતજોતામાં સ્વાહા થઈ ગયા. બજાર ઘટવાના 2 મોટા કારણો 1. ક્રૂડ ઓઈલ ફરી 105 ડોલરને પાર બ્રેન્ટ ક્રૂડ લગભગ 107 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચિંતાને કારણે તેલના પુરવઠાને અસર થવાનો ભય છે. મોંઘું તેલ ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી તેલની આયાતનો ખર્ચ, મોંઘવારી અને રૂપિયા પરનું દબાણ વધી શકે છે. 2. અમેરિકામાં બોન્ડ પર વધુ વળતર મળવા લાગ્યું અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવાથી રોકાણકારોની ચિંતા વધી રહી છે. 10 વર્ષના અમેરિકન ટ્રેઝરી યીલ્ડ વધીને 5.11% પર પહોંચી ગઈ છે, જે 2007 પછીનું સૌથી ઊંચું સ્તર છે. બોન્ડ યીલ્ડ એટલે કોઈ સરકારી બોન્ડ પર મળતું વાર્ષિક વળતર, જે કોઈ એક સંસ્થા અથવા સરકાર સીધી રીતે નક્કી કરતી નથી, પરંતુ બજારમાં ખરીદ-વેચાણ અને માંગ-પુરવઠાના આધારે નક્કી થાય છે. જ્યારે રોકાણકારો બોન્ડ વેચે છે, ત્યારે બોન્ડની કિંમત ઘટે છે અને યીલ્ડ (વળતર) વધી જાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિઓ અને મોંઘવારી તેની પર સૌથી વધુ અસર કરે છે. આ યીલ્ડ વધવાથી ડોલરમાં રોકાણ વધુ આકર્ષક બની જાય છે, જેના કારણે વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી નાણાં કાઢીને અમેરિકામાં રોકાણ કરવા લાગે છે. સેન્સેક્સના તમામ 30 શેરોમાં વેચવાલી આજથી 2 IPO ખુલશે આજથી SRIT ઈન્ડિયા અને શેર બ્રોકિંગ ફર્મ શાહ ઇન્વેસ્ટર્સ હોમનો IPO ખુલશે. SRIT ઈન્ડિયા IPO મારફતે 218 કરોડ રૂપિયા અને શેર બ્રોકિંગ ફર્મ શાહ ઇન્વેસ્ટર્સ હોમ 90.17 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. બંને IPOમાં 30 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 25 સપ્ટેમ્બરે તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 7,796 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. શુક્રવારે બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગયા અઠવાડિયે શુક્રવાર, 25 સપ્ટેમ્બરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 315 પોઈન્ટ વધીને 73,896 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 77 પોઈન્ટની તેજી રહી હતી અને તે 23,141 પર બંધ થયો હતો.