શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત:કેએલ રાહુલ વાઈસ કેપ્ટન, જાડેજાની વાપસી; 33 વર્ષીય સારાંશ જૈનનું ડેબ્યૂ થઈ શકે
BCCI એ શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ફિટ થઈને ટીમમાં પાછા ફર્યા છે. મધ્ય પ્રદેશના 33 વર્ષીય ઓફ-સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનને ઘરેલું ક્રિકેટ અને તાજેતરના ઇન્ડિયા-એ પ્રવાસ પરના શાનદાર પ્રદર્શનના આધારે પ્રથમ વખત રાષ્ટ્રીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનને ટીમમાં રાખવામાં આવ્યા છે પરંતુ તેમની પસંદગી તેમની ફિટનેસના આધારે થશે. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે આ સિરીઝનો ભાગ નહીં હોય. જોકે, વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગની ઈજાને કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. બે મેચની આ ટેસ્ટ સિરીઝ 15 ઓગસ્ટથી ગૉલમાં શરૂ થશે. સારાંશ જૈનને ડોમેસ્ટિક અને ઇન્ડિયા-એના પ્રદર્શનનું ઇનામ મળ્યું મધ્ય પ્રદેશના સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનને પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તેમણે તાજેતરમાં શ્રીલંકા પ્રવાસે ઇન્ડિયા-એ માટે બીજી ચાર દિવસીય મેચમાં અણનમ 70 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મેચમાં 6 વિકેટ લઈને પસંદગીકારોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. 33 વર્ષીય સારાંશે અત્યાર સુધી 54 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 31.75ની સરેરાશથી 2,223 રન બનાવ્યા છે. જ્યારે, બોલિંગમાં તેમણે 27.30ની સરેરાશથી 188 વિકેટ લીધી છે. વોશિંગ્ટન સુંદર પહેલી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં સારાંશ પાસે સ્પિન ઓલરાઉન્ડર તરીકે પોતાની જગ્યા મજબૂત કરવાની સારી તક હશે. રાહુલ-જયસ્વાલ કરશે ઓપનિંગ, ગિલ નંબર-4 પર ભારતીય બેટિંગ ક્રમમાં વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરશે, જ્યારે કેપ્ટન શુભમન ગિલ નંબર-4 પર બેટિંગ કરશે. સાઈ સુદર્શન સાથે દેવદત્ત પડિક્કલ પણ ટીમનો ભાગ છે. વિકેટકીપિંગની જવાબદારી રિષભ પંત સંભાળશે, જ્યારે ધ્રુવ જુરેલ રિઝર્વ વિકેટકીપર હશે. સ્પિનમાં જાડેજા, કુલદીપ અને માનવ સુથાર પર ભરોસો સ્પિન ડિપાર્ટમેન્ટમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ ટીમમાં સામેલ છે. ટેસ્ટ ડેબ્યૂમાં 7 વિકેટ લેનાર માનવ સુથાર પણ ટીમમાં છે. શ્રીલંકાના ઘણા ડાબા હાથના બેટરોને જોતા ઓફ સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈન પણ પસંદગીકારોની નજરમાં છે. તેમણે તાજેતરમાં શ્રીલંકા-એ સામેની બીજી ચાર દિવસીય મેચમાં 6 વિકેટ લેવા ઉપરાંત અણનમ 70 રન બનાવ્યા હતા. બુમરાહ, સિરાજ અને પ્રસિદ્ધ સંભાળશે ફાસ્ટ બોલિંગની જવાબદારી ફાસ્ટ બોલિંગની જવાબદારી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા પર રહેશે. શ્રીલંકા-એ સામેની બીજી ચાર દિવસીય મેચમાં 10 વિકેટ લેનાર ગુરનૂર બરાર પણ ટીમમાં સ્થાન મેળવવાના પ્રબળ દાવેદાર છે. 15 ઓગસ્ટથી શરૂ થશે સિરીઝ ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગૉલમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોના SSC મેદાન પર યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં ભારતની આ પ્રથમ વિદેશી ટેસ્ટ સિરીઝ હશે. ભારત હાલમાં WTC પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા, જ્યારે શ્રીલંકા છઠ્ઠા સ્થાને છે. શ્રીલંકા પ્રવાસ માટે 15 સભ્યોની ભારતીય ટેસ્ટ ટીમ શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન*, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ*, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન. (નોંધ: સાઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહનું રમવું BCCI COE તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળવા પર નિર્ભર રહેશે. વોશિંગ્ટન સુંદર પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

