શ્રેયસે રોહિતનો રેકોર્ડ તોડ્યો:સૌથી વધુ T-20 રમ્યા બાદ કેપ્ટન બન્યો, શિવમ દુબેએ બર્થ ડે પર વિકેટ લીધી; IND Vs IRE મેચ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ
આયર્લેન્ડે પ્રથમ T20 મેચમાં ભારતને 34 રનથી હરાવ્યું. આ આયર્લેન્ડની ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ જીત છે. બેલફાસ્ટમાં શ્રેયસ ઐયર સૌથી વધુ T20 મેચ રમ્યા બાદ ભારતની કેપ્ટનશીપ કરનાર ખેલાડી બન્યો. તેણે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. IND Vs IRE મેચના ટોપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. આયર્લેન્ડની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત પર પ્રથમ જીત ભારત સામે રમાયેલી 12 ઈન્ટરનેશનલ મેચો (9 T20, 3 વનડે) માં આયર્લેન્ડે પ્રથમ મેચ જીતી. આયર્લેન્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતને હરાવનાર 11મી ટીમ બની. આ સાથે ટીમ હવે 8 ટેસ્ટ રમતા દેશો સામે જીત નોંધાવી ચૂકી છે. હવે તેને માત્ર ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે પ્રથમ જીતની રાહ છે. 2. ભારત 2 વર્ષ પછી કોઈ ટી-20 સિરીઝ નહીં જીતે ભારતનો સતત 12 ટી-20 સિરીઝ જીતવાનો સિલસિલો અટકી ગયો. જાન્યુઆરી 2024 પછી પહેલીવાર ટીમ કોઈ ટી-20 સિરીઝ જીતવામાં નિષ્ફળ રહેશે. આયર્લેન્ડ સામે બે ટી-20 મેચ રમાવાની છે. જો ભારત આગામી મેચ જીતી પણ જાય તો સિરીઝ 1-1થી ડ્રો થશે. આ પહેલા ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામે સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. 3. શ્રેયસ કેપ્ટનશીપમાં ડેબ્યૂ મેચ હારનારા ચોથો ભારતીય શ્રેયસ ઐયર કેપ્ટનશીપ ડેબ્યૂ પર ટી-20 હારનારા ચોથો ભારતીય કેપ્ટન બન્યો. તેમની પહેલા વિરાટ કોહલી (2017), ઋષભ પંત (2022) અને શુભમન ગિલ (2024) પોતાની પ્રથમ ટી-20 માં કેપ્ટન તરીકે હારી ચૂક્યા છે. 4. હોલાર્ડ ડેબ્યૂ પર પ્લેયર ઓફ ધ મેચ બનનાર ત્રીજા આઇરિશ મેથ્યુ હોલાર્ડ ડેબ્યૂ પર પ્લેયર ઓફ ધ મેચ બનનાર ત્રીજો આઇરિશ ખેલાડી બન્યો. T20 ડેબ્યૂ પર આ સિદ્ધિ મેળવનાર બીજો ખેલાડી બન્યો. તેણે 3/28ના આંકડા નોંધાવ્યા, જે ભારત સામે કોઈપણ આઇરિશ બોલરનો બીજો અને બેલફાસ્ટમાં પ્રથમ શ્રેષ્ઠ T20 પ્રદર્શન છે. 5. શ્રેયસે 113 T-20 મેચ પછી ભારતની કેપ્ટનશીપ કરી શ્રેયસ ભારત માટે સૌથી વધુ ઈન્ટરન્શનલ મેચ રમ્યા પછી પ્રથમ વખત કેપ્ટનશીપ કરનાર ખેલાડી બન્યો છે. તેણે T-20માં 113 મેચ રમ્યા પછી કેપ્ટનશીપ સંભાળી. શ્રેયસે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. રોહિતે 80 મેચ રમ્યા પછી ભારતની કેપ્ટનશીપ સંભાળી હતી. શ્રેયસે 31 વર્ષ 202 દિવસની ઉંમરે ભારત માટે કેપ્ટનશીપ કરી. તેઓ ભારત માટે કેપ્ટનશીપમાં ડેબ્યૂ કરનાર ત્રીજા સૌથી વૃદ્ધ ખેલાડી બન્યો છે. શિખર ધવન 35 વર્ષ 232 દિવસ સાથે પ્રથમ સ્થાને છે. 6. શિવમ દુબેએ જન્મદિવસ પર વિકેટ લીધી શુક્રવારે શિવમ દુબેનો જન્મદિવસ હતો. તેણે બેન કેલિટ્ઝને આઉટ કર્યો. આ સાથે તે જન્મદિવસ પર ટી-20માં વિકેટ લેનાર ચોથો ભારતીય બન્યો. તે પહેલા યુવરાજ સિંહ, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ આવું કરી ચૂક્યા છે. 7. કેપ્ટન તરીકે ટકરની સતત ત્રીજી ફિફ્ટી આયર્લેન્ડના લોર્કન ટકર ટી-20 કેપ્ટન તરીકે પ્રથમ 3 ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારનાર વિશ્વના બીજા બેટ્સમેન બની ગયો છે. તેમની પહેલા બર્મુડાના ડેલરે રોલિન્સ આ સિદ્ધ કરી ચૂક્યો છે. 8. પ્રસિદ્ધ સતત 2 ટી-20 મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર પ્રસિદ્ધ કૃષ્ણા છેલ્લી બે ટી-20 મેચમાં કુલ 8 ઓવરમાં 125 રન આપી ચૂક્યો છે. તે ટી-20 ઇન્ટરનેશનલમાં સતત 2 ઇનિંગ્સમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. તેણે આયર્લેન્ડ સામે 4 ઓવરમાં 57 રન આપ્યા. આ પહેલા તેણે 2023માં ઓસ્ટ્રેલિયા સામે ગુવાહાટીમાં છેલ્લી મેચ રમી હતી. ત્યારે તેમણે 4 ઓવરમાં 68 રન આપ્યા હતા. અહીંથી ટોપ-3 મોમેન્ટ્સ… 1. અભિષેકે 8 રન પર ડેલાનીનો કેચ છોડ્યો પ્રથમ ઇનિંગ્સની 11મી ઓવરમાં અભિષેકે ગેરેથ ડેલાનીનો 8 રન પર કેચ છોડ્યો. અક્ષર પટેલની ઓવરના છેલ્લા બોલ પર ડેલાનીએ મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો. બોલ લોંગ ઓફ તરફ ઊંચો ઉછળ્યો. અભિષેકે જમણી તરફ દોડતા કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી છટકી ગયો. 2. જય મુંદ્રાએ ડેબ્યૂ મેચના પહેલા બોલ પર વિકેટ લીધી આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુંદ્રાએ ભારત સામે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. તેણે મેચના પોતાના પહેલા જ બોલ પર સંજુ સેમસનને ક્લીન બોલ્ડ કર્યો. ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરના પહેલા બોલ પર મુંદ્રાએ લેન્થ ડિલિવરી નાખી. બોલ એંગલ સાથે બહારની તરફ નીકળી રહ્યો હતો. સંજુએ ઓફ-સાઇડમાં શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલે બેટની કિનારી લીધી અને સ્ટમ્પ સાથે અથડાયો. મુંદ્રા ડેબ્યૂ મેચના પહેલા બોલ પર વિકેટ લેનાર મેથ્યુ હમ્પ્રે પછી બીજો આઇરિશ બોલર બન્યો. 3. હોલાર્ડે બીજી ઇન્ટરનેશનલ બોલ પર કિશનને આઉટ કર્યો મેથ્યુ હોલાર્ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂના બીજા જ બોલ પર ઇશાન કિશનને કેચ આઉટ કરાવ્યો. તેણે ચોથા ઓવરની બીજી બોલ લેગ-સ્ટમ્પ પર લેન્થ ડિલિવરી નાખી. કિશને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો. બોલે બેટનો લીડિંગ-એજ લીધો અને ઉપર ઉછળ્યો. વિકેટકીપર લોર્કન ટકરે દોડીને કેચ પકડ્યો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

