સંગીતના ઓસ્કારમાં ફેશનના નામે ધતિંગ!:27 વર્ષીય સિંગર ટોપલેસમાં અને જસ્ટિન બીબર શર્ટલેસમાં દેખાયા, મહાકુંભ પર બનેલું ગીત ગ્રેમી 2026ની રેસમાં; જુઓ વિનર્સ લિસ્ટ
જે રીતે ફિલ્મી દુનિયામાં ‘ઓસ્કર’નું સન્માન સર્વોપરી ગણાય છે, તે જ રીતે સંગીતની દુનિયામાં ‘ગ્રેમી એવોર્ડ્સ’ મેળવવો એ દરેક કલાકારનું સપનું હોય છે. દર વર્ષે ગ્રેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ ગ્રેમી એવોર્ડ સંગીતના સિતારાઓથી ઝળહળી ઉઠ્યું છે, જેમાં ભારતની દાવેદારી પણ જોવા મળી રહી છે. ભારત તરફથી કોણ છે રેસમાં? ગ્રેમીમાં ભારતનો ઈતિહાસ ઘણો ગૌરવશાળી રહ્યો છે અને આ વર્ષે પણ ભારતીય કલાકારો આ યાદીમાં સામેલ છે: વિનર્સ લિસ્ટ જુઓ: શર્ટલેસ થઈ જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું જસ્ટિન બીબરે ગ્રેમી એવોર્ડ્સમાં કમબેક કર્યું છે. તેણે શર્ટલેસ થઈ તેના ગીત “યુકોન” પર એક પાવરફુલ પરફોર્મન્સ આપ્યું. તેના પરફોર્મન્સ દરમિયાન સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચેપલ રોનનો બોલ્ડ લુક ચર્ચામાં
સિંગર ચેપલ રોનનું બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ જોવા મળ્યું. તે ટોપલેસ જોવા મળી. તેણે ટ્રાન્સપર્ન્ટ બર્ગન્ડી આઉટફિટ પહેર્યો હતો, જે નિપલ રિંગ્સથી ચમક્યો હતો. ચેપલની બેક પર એક ટેટૂ છે, જે તેના અદભુત દેખાવને સુંદર બનાવી રહ્યું હતું. સિંગરે તેના લુકને લાઈટ જ્વેલરી, સિગ્નેચર લાલ કર્લ્સ અને બ્લેક અને ગોલ્ડન હીલ્સથી પૂર્ણ કર્યો હતો. લેડી ગાગાએ સ્ટેજ પર આગ લગાવી
લેડી ગાગાએ ગ્રેમી એવોર્ડ્સમાં તેનું હિટ ટ્રેક “Abracadabra” પરફોર્મ કર્યું. આ ગીત તેના 2025 ના આલ્બમ “Mayhem” માંથી છે. તેનું રોક વર્ઝન અદભુત હતું. પરફોર્મન્સ દરમિયાન લેડી ગાગાનો દેખાવ અત્યંત ડ્રામેટિક હતો. દલાઈ લામાએ ઇતિહાસ રચ્યો, ઓડિયોબુક માટે પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો
તિબેટીયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ ઓડિયોબુક, નેરેશન અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીતીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેમણે આ કેટેગરીમાં યુએસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સનને હરાવ્યા. આદિત્ય ગઢવીનું ગીત કન્સીડરેશન થયું, જોકે ફાઈનલ નોમિનેશન ન મળ્યું ગુજરાતી કલાકાર આદિત્ય ગઢવીના ગીત ‘અલબેલી મતવાલી મૈયા’ 68 ગ્રેમી એવોર્ડસના ગ્લોબલ મ્યુઝિક પર્ફોમન્સ કેટેગરી માટે કન્સીડરેશન મળ્યું હતું. આ કેટેગરીમાં આદિત્યના ગીતને સ્વીકૃતિ મળી હતી. કન્સીડરેશન બાદ નોમિનેશન પડાવમાં તેમનું ગીત બહાર થઈ ગયું હતું. ગ્રેમી અને ભારત: અત્યાર સુધીનો સુવર્ણ ઈતિહાસ ભારત માટે ગ્રેમી એવોર્ડ્સ કોઈ નવી વાત નથી. દાયકાઓથી ભારતીય સંગીતકારોએ પશ્ચિમી મ્યુઝિક સાથે તાલ મિલાવીને ભારતનું નામ રોશન કર્યું છે. અત્યાર સુધીમાં ગ્રેમી જીતનાર મુખ્ય ભારતીયો આ મુજબ છે: જસ્ટિન બીબર 4 વર્ષ બાદ ગ્રેમીમાં પર્ફોર્મ કરશે વર્ષ 2022માં આયોજિત 64મા ગ્રેમી એવોર્ડ્સ બાદ, જસ્ટિન બીબર હવે ફરી એકવાર સંગીતની આ સૌથી મોટી નાઈટમાં પરફોર્મ કરશે. વર્ષ 2022 પછી તેની આ પ્રથમ મોટી લાઈવ ઉપસ્થિતિ હશે, જેની પુષ્ટિ ખુદ રેકોર્ડિંગ એકેડેમી દ્વારા કરવામાં આવી હતી. જસ્ટિન બીબરને તેના નવા આલ્બમ ‘સ્વેગ’ (Swag) માટે પ્રતિષ્ઠિત ‘આલ્બમ ઓફ ધ યર’ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો છે. આ આલ્બમ તેની કલાત્મક વાપસી તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત, તેને શ્રેષ્ઠ પોપ વોકલ પર્ફોર્મન્સ, શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમ અને શ્રેષ્ઠ RB પર્ફોર્મન્સ જેવી મહત્વની કેટેગરીમાં પણ નામાંકન મળ્યું છે. આ ભવ્ય સમારોહમાં બીબર ઉપરાંત સબરીના કાર્પેન્ટર, ક્લિપ્સ અને ફેરલ વિલિયમ્સ જેવા કલાકારો પણ પોતાનું પર્ફોર્મન્સ આપશે. શોમાં એક ખાસ સેગમેન્ટ પણ રાખવામાં આવ્યો છે, જેમાં આ વર્ષના ‘શ્રેષ્ઠ નવા કલાકાર’ (બેસ્ટ ન્યુ આર્ટિસ્ટ) કેટેગરીના આઠ નોમિનીઝ- એડિસન રે, એલેક્સ વોરેન, કેટસેટ, લિયોન થોમસ, લોલા યંગ, ઓલિવિયા ડીન, સોમ્બર અને ધ મારિયાસ પોતાની પ્રતિભા રજૂ કરશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

