સંજય લીલા ભણસાલી વિરુદ્ધ FIRની માંગ:'લવ એન્ડ વોર'ના સેટ પર કરંટ લાગવાથી વર્કરનું મોત, એસોસિએશને કહ્યું- 1 કરોડ વળતર આપો
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ સેટ પર થયેલા અકસ્માત બાદ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ ફિલ્મસિટી પાસેના રોયલ પમ્પ સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું, જ્યાં કરંટ લાગવાથી 42 વર્ષીય સુથાર ચંદ્રધારી સિંહ યાદવનું નિધન થયું. અકસ્માત બાદ ભણસાલી પ્રોડક્શને 40 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી, જોકે હવે AICWA (ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન) એ સંજય લીલા ભણસાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. એસોસિએશને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને સંજય લીલા ભણસાલી વિરુદ્ધ FIR નોંધાવવાની માંગ કરી. આ અંગે માહિતી આપતા એસોસિએશને સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, ‘આ ઘટનાએ ફિલ્મ શૂટિંગ સેટ પર સુરક્ષાના પગલાંના પાલનને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે રણબીર કપૂર, વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટ જેવા મોટા સ્ટાર્સવાળી આ મેગા બજેટ ફિલ્મનાં સેટ પર પણ ફરજિયાત સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે એક કર્મચારીનું દુઃખદ અવસાન થયું. જો જરૂરી સુરક્ષા વ્યવસ્થાને સખત રીતે લાગુ કરવામાં આવી હોત અને તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હોત, તો શક્ય છે કે આ દર્દનાક અકસ્માતને ટાળી શકાયો હોત.’
સંજય લીલા ભણસાલીના સેટ પર અત્યાર સુધીમાં થયેલા 3 મોટા અકસ્માતો એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રકારની ઘટનાનો આ એકમાત્ર કિસ્સો નથી. આ પહેલા ‘દેવદાસ’ના શૂટિંગ દરમિયાન કર્મચારી દીનદયાળ યાદવનું મૃત્યુ થયું હતું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઉપરાંત ‘પદ્માવત’ ફિલ્મના શૂટિંગમાં 34 વર્ષીય મુકેશ ડાકિયાનું પણ નિધન થઈ ચૂક્યું છે. આ પણ એસોસિએશનની માંગ- સેટમાં શોર્ટ સર્કિટ થયું, ઘટનાસ્થળે જ મોત 17 જૂને સંજય લીલા ભણસાલી ફિલ્મ સિટી પાસેના રોયલ પમ્પ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર આલિયા ભટ્ટ ઉપરાંત ઘણા ક્રૂ મેમ્બર્સ પણ હાજર હતા. આ જ સમયે સેટમાં શોર્ટ સર્કિટ થયું અને કરંટ લાગવાથી 42 વર્ષીય ચંદ્રધારી સિંહ યાદવ ત્યાં જ પડી ગયા. તેઓ વ્યવસાયે સુથાર હતા. સેટ પર હાજર મેડિકલ ટીમની ઘણી કોશિશો છતાં તેમને બચાવી શકાયા નહીં. ફિલ્મ લવ એન્ડ વોર વિશે- સેટ પરથી સ્ટારકાસ્ટના લુક લીક થઈ ચૂક્યા છે, જુઓ તસવીરો-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

