'સમય ખરાબ હોય કે સારો, એક દિવસ જરૂર બદલાય છે':તારા સાથે બ્રેકઅપની ચર્ચા વચ્ચે વીરની ક્રિપ્ટિક પોસ્ટ; નૂપુર સેનનના રિસેપ્શનમાં પણ એકલો જ પહોંચ્યો

Last Updated: January 15, 2026By

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા સાથે બ્રેકઅપના દાવાને લઈને ‘સ્કાય ફોર્સ’ ફેમ વીર પહાડિયા આ દિવસોમાં ચર્ચામાં છે. બુધવારે એક્ટરે એક એડ શૂટની કેટલીક તસવીરો શેર કરી. આ તસવીરો સાથે તેણે એક ક્રિપ્ટિક કેપ્શન પણ લખ્યું. ‘સમય સારો હોય કે ખરાબ…’ વીરે કેપ્શનમાં લખ્યું હતું, ‘વક્ત બુરા હો યા અચ્છા, એક ન એક દિન બદલતા જરૂર હૈ… (સમય ખરાબ હોય કે સારો, એક ને એક દિવસ બદલાય જ છે…)’ તારા-વીરે બ્રેકઅપ કરી લીધું હોવાની ચર્ચા તાજેતરમાં ‘ફિલ્મફેર’ (વેબસાઇટ)એ તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, બંનેનો સંબંધ પૂરો થઈ ગયો છે. સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે, બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જોકે, બ્રેકઅપનું કારણ શું છે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી. તારા અને વીર, બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ક્રિતિ સેનની બહેનના લગ્નમાં વીર એકલો પહોંચ્યો હતો તારા સાથે બ્રેકઅપના દાવાઓ વચ્ચે, વીર પહાડિયા માત્ર બે વાર જ જાહેરમાં જોવા મળ્યો છે અને બંને વાર તેની સાથે તારા જોવા મળી નહોતી. મંગળવારે વીર મુંબઈમાં નૂપુર સેનન અને સ્ટેબિન બેનના વેડિંગ રિસેપ્શનમાં એકલો હાજર રહ્યો હતો. જાહ્નવી કપૂર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો આ પહેલા, 10 જાન્યુઆરીના રોજ વીર મુંબઈના કલિના એરપોર્ટ પર સ્પોટ થયો હતો. તે તેના ભાઈ શિખર પહાડિયા અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાથે જોવા મળ્યો હતો. તારા અને વીરની ડેટિંગની શરૂઆત વર્ષ 2025ની શરૂઆતમાં થઈ હતી. બંનેને ઘણીવાર ખાનગી સ્થળોએ સાથે જોવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમના સંબંધોને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ હતી. માર્ચ 2025માં બંનેએ એક ફેશન ઇવેન્ટમાં સાથે હાજરી આપી હતી. આ ઉપરાંત ગણેશ ચતુર્થીના અવસરે પણ બંને સાથે જોવા મળ્યાં હતાં. સિંગરે કિસ કરતા મામલો ગરમાયો હતો તાજેતરમાં તારા અને વીર બંને ચર્ચામાં હતા. ડિસેમ્બર 2025ના અંતમાં મુંબઈમાં યોજાયેલા એપી ધિલ્લોનના એક કોન્સર્ટનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તારા સ્ટેજ પર સિંગર સાથે જોવા મળી હતી. તારા અને એપીએ કોન્સર્ટમાં સાથે પરફોર્મ કર્યું. પરફોર્મન્સ દરમિયાન એપીએ તારાને ગળે લગાડી અને ગાલ પર કિસ કરી હતી. વીરનો નારાજ થતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો આ જ કોન્સર્ટમાં દર્શકોમાં હાજર વીરના રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેને કથિત રીતે અસ્વસ્થ બતાવવામાં આવ્યો હતો. ‘પેઇડ પીઆરથી સત્ય બદલાતું નથી’ જોકે, આ વીડિયોને લઈને તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ખોટી વાતો અને પેઇડ પીઆરથી સત્ય બદલાતું નથી. વીરે દાવાઓને નકારી કાઢ્યા હતા વીરે પણ આ દાવાઓને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું હતું કે, વાયરલ વીડિયોમાં તેમનો જે રિએક્શન બતાવવામાં આવ્યો છે, તે તે ગીત (થોડી સી દારૂ)ના સમયનો ન હતો. તેણે કહ્યું કે, તેનું રિએક્શન કોઈ બીજા ગીત દરમિયાનનું હતું, જેને ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. ઓરીએ વીરના સપોર્ટમાં વીડિયો શેર કર્યો હતો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તારા ટૂંક સમયમાં સાઉથસ્ટાર યશ સ્ટારર ફિલ્મ ‘ટોક્સિક’માં જોવા મળશે. ફિલ્મમાં કિયારા અડવાણી અને હુમા કુરેશી પણ છે. ફિલ્મ 19 માર્ચે રિલીઝ થશે. જ્યારે, વીરની વાત કરીએ, તો તેણે ગયા વર્ષે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સ્કાય ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સ્ક્વોડ્રન લીડર અજમાડા બોપ્પૈયા દેવૈયાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થઈ હતી.