સમય રૈના સાથે ફોટો વાઇરલ થવા પર ભડકી કુશા:કહ્યું- મારો મિત્ર નથી, પ્રાઈવેટ પાર્ટ પર જોક્સ કર્યા, ટ્રોમામાં થેરાપી લેવી પડી; જાણો આખો વિવાદ
થોડા સમય પહેલા એક રોસ્ટ શોમાં સમય રૈનાએ કુશા કપિલા પર ઘણા વાંધાજનક જોક્સ કર્યા હતા. આ પછી કુશાએ ગુસ્સે થઈને કહ્યું હતું કે વારંવાર ના પાડવા છતાં સમય રૈનાએ પ્રાઈવેટ પાર્ટ અને અંગત વાતો પર મજાક કરવાનું ચાલુ રાખ્યું. હવે કુશાની સમય રૈના સાથેની એક નકલી તસવીર વાઇરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કુશા પોતે પોતાના જૂના નિવેદનથી ફરી ગઈ છે. ફોટો વાઈરલ થયા પછી એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે સમયની મિત્ર નથી અને તસવીર AI જનરેટેડ છે. કુશાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી સ્ટોરીની સિરીઝ પોસ્ટ કરીને વિવાદ પર ગુસ્સે થઈને પ્રતિક્રિયા આપી છે. પહેલી સ્ટોરીમાં તેણે નકલી તસવીરમાં સમય સાથે પેચ-અપના દાવા પર લખ્યું છે, ‘નકલી અને જાણી જોઈને ફેલાવવામાં આવેલું. મારો ચહેરો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બદલવામાં આવ્યો છે. મને સમજાતું નથી કે કોઈ આવી વસ્તુઓ પર પૈસા શા માટે ખર્ચ કરશે. ઇન્ટરનેટ પર કેટલાક લોકો મને નીચો બતાવવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. હવે તો આ બધું જોઈને હસવું આવે છે.’ આગળની સ્ટોરીમાં તેમણે લખ્યું, ‘જાણી જોઈને કેટલી વાતો ફેલાવશો મીમ એકાઉન્ટ્સ? હવે બસ કરો. શું મારે ખરેખર તે જોક્સનો ખુલાસો કરવો પડશે જેથી મારો ગુસ્સો સાચો સાબિત થાય? પછી કેસ થઈ જશે ભાઈ. આગળ વધો. હવે હું કોઈ પાર્ટીમાં પણ નહીં જાઉં.’ આગળ તેણે સમય રૈના સાથે મિત્રતા તૂટવા પર લખ્યું, ‘હા, અમારી મિત્રતા હતી. સમય રૈના, આશિષ સોલંકીના રોસ્ટ શોમાં પેનલિસ્ટ હતો. કોઈ સ્ક્રિપ્ટ પહેલાથી આપવામાં આવી ન હતી, કોઈ કોન્ટ્રાક્ટ સાઈન થયો ન હતો અને મને પહેલાથી કોઈ જોક્સ કહેવામાં આવ્યા ન હતા. મને બિલકુલ અંદાજ ન હતો કે મારા વિશે શું બોલવામાં આવશે. મારા પર કરવામાં આવેલા જોક્સ ખૂબ ખરાબ હતા. આજે પણ મારું માનવું છે કે તેને સેન્સર કરવા જોઈતા હતા. મેં સમય અને આશિષ બંનેને બ્લોક કરી દીધા હતા. તે દિવસે જે શરમ અને અપમાન અનુભવાયું, તેમાંથી બહાર આવવામાં મને ઘણો સમય અને થેરાપી લાગી. કાશ તે રોસ્ટ ક્યારેય થયો જ ન હોત.’ ‘આ દાવો બિલકુલ ખોટો છે કે મેં સમયના ખરાબ સમયની ઉજવણી કરી હતી. મેં ક્યારેય એવું કર્યું નથી. ઘણા મીડિયા સંસ્થાનોએ મને તેની વિરુદ્ધ બોલવા કહ્યું, પરંતુ મેં ના પાડી દીધી. હું સમયની મિત્ર નથી અને ક્યારેય તેના શો લેટેન્ટમાં નહીં જાઉં. અમે ફક્ત સામાન્ય વ્યવહાર રાખવાનો નિર્ણય કર્યો છે અને ઇન્ટરનેટ પર એકબીજા વિશે વાત ન કરવાનો નિર્ણય લીધો છે.’ મારા પ્રાઇવેટ પાર્ટ પર મજાક કરવામાં આવી – કુશા છેલ્લે કુશા કપિલાએ AI જનરેટેડ તસવીરની અસલી તસવીર શેર કરીને લખ્યું, છેલ્લા બે વર્ષથી, તે રોસ્ટ પછી અને મેં તે જોક્સ પર વાંધો ઉઠાવ્યા પછી, ઇન્ટરનેટ પર કેટલાક છોકરાઓએ મારા પ્રાઇવેટ પાર્ટ પર મજાક કરી, અહીં સુધી કહ્યું કે મારા પર રેપ જોક્સ કરવામાં આવ્યા હશે. મારા અંગત જીવનની મજાક ઉડાવવામાં આવી. એરપોર્ટ પર પણ લોકો મારી પાસે આવીને હસતા હસતા કહેતા હતા, “પેલા જોક્સ કહી દો ને કુશા.” તે સમયે મને ખૂબ શરમ આવતી હતી અને મારા મેનેજરને તેમને રોકવા પડતા હતા. કુશા અને સમય રૈના વચ્ચે વિવાદ કેમ થયો? કુશા કપિલા ગયા વર્ષે આશિષ સોલંકીના રોસ્ટ શોમાં પહોંચી હતી, જ્યાં કોમેડિયનોએ તેને રોસ્ટ કરી હતી. શોમાં સમય રૈનાએ કુશા પર ઘણી વાંધાજનક વાતો કહી અને અંગત સંબંધો પર પણ જોક્સ કર્યા. સામાન્ય રીતે આવા રોસ્ટ શોમાં બધા જોક્સ પહેલાથી જ ચર્ચા કરવામાં આવે છે, જોકે તે શોમાં કુશાને પહેલાથી સ્ક્રિપ્ટ આપવામાં આવી ન હતી. લાઇવ શો રેકોર્ડિંગ સમયે કુશા કંઈ બોલી શકી નહીં, જોકે બાદમાં બેક સ્ટેજ પર તેણે તેનો વિરોધ કર્યો. બાદમાં વીડિયોમાંથી જોક્સ મ્યૂટ કરી દેવામાં આવ્યા હતા, જોકે તેનાથી કુશા અને સમયની મિત્રતા તૂટી ગઈ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

