સરકારની મોટી તૈયારી, ડિજિટલ ફ્રોડને રોકવા UPI અને બેકિંગ એપ્સમાં મળી શકે છે ફ્રીઝ બટન

Last Updated: January 22, 2026By

ડિઝિટલ એરેસ્ટ ફ્રોડ પર પૂર્ણ વિરામ લગાવવા માટે સરકારે નવી તૈયારી કરી લીધી છે. સામે આવેલી એક રિપોર્ટ પ્રમાણે, યુપીઆઇ અને બેંકિગ એપ્સમાં ફ્રીઝ બટન મળી શકે છે. જે એક ટેપમાં દરેક એકાઉન્ટને ફ્રીઝ કરી શકશે. જેમાં વિક્ટિમના એકાઉન્ટથી કોઇ પણ પેમેન્ટ ટ્રાન્સફર નહીં થઇ શકે. પાછલા વર્ષે ડિઝિટલ એરેસ્ટના અનેક મામલા સામે આવ્યા છે. જેમાં લોકોના એકાઉન્ટમાંથી કરોડો રૂપિયા ઉડી ગયા.

શું છે આ ફ્રીઝ બટન?

એક રિપોર્ટ પ્રમાણે, ગૃહમંત્રાલય આની સાથે યુપીઆઇ કે બેકિંગ એપ્સમાં ફ્રીઝ અથવા કિલ સ્વિચ બટન આપવાનું વિચાર કરી રહી છે. આ એક બટન પર ટેપ કરતા જ યુઝર્સ દરેક બેંક અને યુપીઆઇ પેમેન્ટ એક સાથે ફ્રીઝ થઇ જશે. આ બટનને ગ્રાહકોની યુપીઆઇ અથવા બેંકિગ એપ્સમાં આપવામાં આવી શકે છે. વિક્ટિમને જ્યારે પણ લાગશે કે તેની સાથે ફ્રોડ થઇ રહ્યુ છે કે તો તે એ બટનને ઓન કરીને પોતાના દરેક પેમેન્ટને એક સાથે ફ્રીઝ કરી શકે છએ. આવી રીતે લોકો સાથે મોટો ફ્રોડ નહીં થઇ શકે.

બેન્ક સાથે કોન્ટેક્ટ કરવાનો પણ ઓપ્શન હશે

આ બટનમાં પેમેન્ટ રોકવાની સાથે સાથે ફેમિલી અને બેન્ક સાથે કોન્ટેક્ટ કરવાનો પણ ઓપ્શન હશે. આ બટનને દબાવતાની સાથે જ બેંકને એલર્ટ મળી જશે અને રિસ્કી પેમેન્ટ ટ્રાન્સફરને રોકવામાં મદદ મળશે. સરકારનો હેતુ છે કે આ બટન દ્વારા એક એલર્ટ સિસ્ટમ ડેવલેપમેન્ટ કરી શકે. જે લોકોના બેન્ક એકાઉન્ટ કે ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરવાની સાથે સાથે બેંક અને ફેમિલીને પણ એલર્ટ કરશે.

છેતરપિંડી રોકવા માટે સરકારની તૈયારી

આ ઉપરાંત, સરકાર વીમા ક્ષેત્રમાં છેતરપિંડી રોકવા માટે પણ તૈયારી કરી રહી છે.સરકાર છેતરપિંડીભર્યા વીમા ચુકવણીઓને રોકવા માટે નોંધપાત્ર પગલાં લઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે આવા કેસોને ઉકેલવા માટે ડિજિટલ પેમેન્ટ્સ પ્રોટેક્શન ફંડ સ્થાપવાનું પણ સૂચન કર્યું છે.કોઈપણ છેતરપિંડીને વપરાશકર્તાની ભૂલ તરીકે નહીં, પરંતુ સમગ્ર સિસ્ટમના જોખમ તરીકે ગણવી જોઈએ.

આ પણ વાંચોઃ World Famous Tourist Place : વિદેશ પ્રવાસમાં લકઝરી મુસાફરીનો લો આનંદ, ફક્ત 50,000 માં આ સ્થાનની મુલાકાતનો આનંદ માણો