'સલમાનને સાથે સંબંધ નહોતો, છતાં મારા ઘર પર ફાયરિંગ થયું':ગિપ્પી ગ્રેવાલનો લોરેન્સ ગેંગની ધમકી પર ખુલાસો; 2023માં પંજાબી સિંગરના ઘર પર ગોળીબાર થયો હતો
પંજાબી સિંગર અને એક્ટર રૂપિન્દર સિંહ ઉર્ફે ગિપ્પી ગ્રેવાલના કેનેડા સ્થિત ઘરે વર્ષ 2023માં ફાયરિંગ થયું હતું. થોડા સમય પછી લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ પર ફાયરિંગની જવાબદારી લીધી અને ચેતવણી આપી કે જો પંજાબી ગાયક સલમાન ખાન સાથે સંબંધો રાખશે તો તેમને આવા જ પરિણામો ભોગવવા પડશે. હવે સિંગરે શેખર સુમન શોમાં જણાવ્યું છે કે તે સલમાન ખાનને બરાબર ઓળખતો પણ નથી, તેમ છતાં તેના ઘરમાં ફાયરિંગ થયું. શેખર સુમનના શો ‘શેખર ટુનાઇટ’માં ગિપ્પી ગ્રેવાલે ફાયરિંગ મામલે કહ્યું છે કે, ‘જ્યારે મારા ઘરે ફાયરિંગ થયું હતું ત્યારે મને ખબર પણ નહોતી કે તે શા માટે થયું. મને કોઈનો કોઈ કોલ (ધમકીભર્યો) આવ્યો નહોતો. પછીથી પોસ્ટ આવી કે શા માટે ગોળીઓ ચલાવવામાં આવી. તેમાં લખ્યું હતું કે ગિપ્પી સલમાન ખાનની ખૂબ નજીક છે. અમને ગિપ્પીથી કોઈ સમસ્યા નથી. તેમાં લખ્યું હતું કે તેને (ગિપ્પીને) ખબર છે કે અમારી સલમાન સાથે શું મુશ્કેલી છે.’ આગળ સિંગરે કહ્યું, ‘હું માત્ર બે વાર શો (બિગ બોસ)માં ફિલ્મ પ્રમોટ કરવા ગયો હતો. પછી તે (સલમાન) એક વાર ટ્રેલર લોન્ચ હતું, ત્યાં આવ્યા. સત્ય એ છે કે મારો તેમની સાથે કોઈ મૈત્રીપૂર્ણ સંબંધ પણ નહોતો. પરંતુ તેમને એવું લાગ્યું અને તેના કારણે તેમણે ગોળીઓ ચલાવી.’ ગિપ્પી ગ્રેવાલે ચેતવણી મળવા પર કહ્યું, ‘તેમણે (લોરેન્સ ગેંગ) પોસ્ટ કરી કે અમે તેને ચેતવણી આપી છે કે જો ગિપ્પી કે પંજાબનો કોઈ સેલિબ્રિટી સલમાન સાથે જોડાશે, તો અમે તેની સાથે આવું જ કરીશું. 2023માં ગિપ્પી ગ્રેવાલના ઘરે ગોળીઓ ચાલી, પરિવાર સાથે ત્યાં જ હાજર હતો સિંગર 2023માં કેનેડાના વેનકુવરના વ્હાઇટ રોક વિસ્તારમાં આવેલા પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘર પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગિપ્પી થોડા સમય પહેલા જ નવા ઘરમાં શિફ્ટ થયો હતો. ફાયરિંગ સમયે ગિપ્પીનો પરિવાર ઘરે જ હાજર હતો. ગિપ્પીના ઘરની બહાર 4 ગોળીઓ ચાલી, જે તેમની નવી ખરીદેલી કાર લેમ્બોર્ગિની પર વાગી હતી. હુમલાના થોડા સમય પછી જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામથી ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી. તેમાં લોરેન્સે ઘટનાની જવાબદારી લીધી હતી. લોરેન્સ ગેંગે લખ્યું હતું- ‘સલમાન આવીને તને બચાવે’ ફાયરિંગની જવાબદારી લેતા લોરેન્સ ગેંગે પોસ્ટમાં લખ્યું હતું- ‘તમે સલમાન ખાનને ખૂબ ભાઈ-ભાઈ કરો છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમારો ભાઈ આવીને તમને બચાવે. આ મેસેજ સલમાન ખાન માટે પણ છે. તેઓ આ ભ્રમમાં ન રહે કે દાઉદ તમને બચાવશે. તમને કોઈ બચાવી શકશે નહીં.’ લોરેન્સ ગેંગે એપી ઢિલ્લનના ઘર પર પણ ગોળીઓ ચલાવી હતી સપ્ટેમ્બર 2024માં વેનકુવર આઇલેન્ડ સ્થિત ઢિલ્લોનના ઘરની બહાર બે ગાડીઓમાં આગ લગાડી દીધી અને પછી ઘર પર 14 ગોળીઓ ચલાવી હતી. ગોળીઓ ઘરની દીવાલોમાં ઘૂસી ગઈ, પરંતુ સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું. આ ફાયરિંગની જવાબદારી પણ લોરેન્સ ગેંગે લીધી અને તેનું કારણ એપી ઢિલ્લોનનું સલમાન સાથેનું જોડાણ જણાવવામાં આવ્યું. આ વર્ષે આ કલાકારોને અને વેપારીઓને ધમકીઓ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

