સલમાન ખાનના કો-એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું નિધન:પરિવારે ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી, લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં
સિનિયર એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું મંગળવારે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. જે બાદ મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. 2019માં તેમને મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન તેઓ 17 દિવસ આઇસોલેશનમાં રહ્યા હતા. પ્રવીણા દેશપાંડેએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘રેડી’માં શાલિની ચૌધરીનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ‘એક વિલન’, ‘ગબ્બર ઇઝ બેક’ અને ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં તેઓ ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’માં કેમિયો રોલમાં જોવા મળ્યા હતા. CINTAA એ એક્ટ્રેસને શ્રદ્ધાંજલિ આપી એક્ટ્રેસના નિધન પર સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA) એ તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “CINTAA પ્રવીણા દેશપાંડે જી (2008 થી સભ્ય) ના નિધન પર દુઃખ વ્યક્ત કરે છે.” એક્ટર પલાશ દત્તા, જેમણે પ્રવીણા દેશપાંડે સાથે શોર્ટ ફિલ્મ ‘થેંક્સ મોમ’માં કામ કર્યું હતું, તેમણે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે પ્રવીણાજી એક ઉત્તમ કલાકાર અને પ્રેમાળ વ્યક્તિ હતાં. પલાશે જણાવ્યું કે તેઓ તેમને છેલ્લા 22 વર્ષથી ઓળખતા હતા. તેમણે એમ પણ કહ્યું કે ‘થેંક્સ મોમ’ના શૂટિંગ દરમિયાન પ્રવીણા કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં, પરંતુ પીડા અને કીમોથેરાપી છતાં તેણે કામ પૂરું કર્યું અને તેમના માટે પુરસ્કારો પણ જીત્યા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

