સસ્પેન્સ, એક્શન અને હાઈ-વોલ્ટેજ ડ્રામા!:ગુજરાતી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ગેટ સેટ ગો’નું ટ્રેલર રિલીઝ, 7મી ઓગસ્ટે જોવા મળશે 'સાઇકલ હાઇસ્ટ'

Last Updated: July 28, 2026By

વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. અગાઉ રિલીઝ થયેલા ટીઝર બાદ દર્શકોમાં ફિલ્મ પ્રત્યે જે કુતૂહલ હતું, આ ટ્રેલરે તે ઉત્સાહને બમણો કરી દીધો છે. હાઈ-વોલ્ટેજ એક્શન સિક્વન્સ, જકડી રાખતા પાવરફુલ ડાયલોગ્સ અને અદભુત વિઝ્યુઅલ્સ સાથેનું આ ટ્રેલર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો જ રોમાંચ ઊભો કરી રહ્યું છે. આ ફિલ્મ આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફેમસ કલાકારોનો મોટો કાફલો આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત તેની દમદાર સ્ટારકાસ્ટ છે. બોલિવૂડના જાણીતા એક્ટર દીપક તિજોરી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે ગુજરાતી સિનેમાના ફેમસ કલાકારોનો મોટો કાફલો એકસાથે પડદા પર ધમાલ મચાવતો જોવા મળશે. ભૌમિક સંપત, જીનલ બેલાણી, રોનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ જીનલ બેલાણીએ જ આ ફિલ્મની વાર્તા લખી છે. અદભુત VFX અને અમદાવાદના આઇકોનિક દ્રશ્યો ટેકનિકલ દ્રષ્ટિએ ‘ગેટ સેટ ગો’ ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તર પર લઈ જવા માટે સજ્જ દેખાઈ રહી છે. ફિલ્મમાં અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સ (VFX)નો ઉપયોગ કરીને સાઇકલ સ્ટન્ટ્સ અને હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સને અત્યંત સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે. ફિલ્મમાં અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યો દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે. માત્ર સાઇકલિંગ નહીં, પરંતુ સાહસ અને ન્યાયની લડાઈ ‘ગેટ સેટ ગો’ની વાર્તા માત્ર સાઇકલિંગ કે રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સાહસ, ઇમોશન અને ન્યાય માટે લડાતી એક ઉર્જાસભર સફર દર્શાવે છે. ફિલ્મમાં જીનલ બેલાણી સહિતના કલાકારો સાઇકલ પર અકલ્પનીય અને સાહસિક સ્ટન્ટ્સ કરતા નજરે પડે છે. ટ્રેલરમાં સાંભળવા મળતો સંવાદ—”આ બધા હીરોઝ નથી, ક્રિમિનલ્સ પણ નથી પરંતુ ‘ચિરંજીવીઝ’ છે!”—વાર્તામાં રહેલા ઊંડા રહસ્ય તરફ ઈશારો કરે છે. જુઓ ટ્રેલરની ઝલક:-