સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 67 રનથી હરાવ્યું:પહેલી વન-ડેમાં બ્રીટ્ઝકેની સદી, યાન્સેનની ફિફ્ટી, મહારાજની 4 વિકેટ
સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 67 રનથી હરાવ્યું. ડર્બનના કિંગ્સમીડમાં પ્રથમ બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 8 વિકેટે 297 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 41.2 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાએ 168 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને સાઉથ આફ્રિકાના બંને ઓપનર્સને વહેલા આઉટ કરી દીધા. ટોની ડી જોર્જી 0 અને ક્વિન્ટન ડી કોક 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. કેપ્ટન ટેમ્બા બાવુમાએ 48 બોલમાં 30 રન બનાવ્યા, જ્યારે રેયાન રિકેલ્ટન 27 રન બનાવીને આઉટ થયો. 34મી ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર 168/5 હતો. આ પછી મેથ્યુ બ્રીટ્ઝકે અને માર્કો યાન્સેને ઇનિંગને સંભાળી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીએ જ સાઉથ આફ્રિકાને 300ની નજીક પહોંચાડ્યું. બ્રીટ્ઝકેની બીજી વન-ડે સદી મેથ્યુ બ્રીટ્ઝકેએ 106 બોલમાં 112 રન બનાવ્યા. તેણે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ તેની વન-ડે કારકિર્દીની બીજી સદી હતી. તે 47.2 ઓવરમાં રનઆઉટ થયો. માર્કો યાન્સેને પણ ઝડપી ઇનિંગ રમી. તેણે 59 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. 48.6 ઓવરમાં નાથન એલિસે તેને LBW આઉટ કર્યો. વન-ડેમાં યાન્સેનનો આ સંયુક્ત રીતે સર્વોચ્ચ સ્કોર છે. સાઉથ આફ્રિકાએ છેલ્લી પાંચ ઓવરમાં 54 રન ઉમેર્યા અને 297/8ના સ્કોર સુધી પહોંચ્યું. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે 57 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે એડમ ઝામ્પાએ 2 વિકેટ લીધી. માર્શે 36 બોલમાં 60 રન ફટકાર્યા 298 રનને ચેઝ કરતાં ઓસ્ટ્રેલિયાએ ઝડપી શરૂઆત કરી. કેપ્ટન મિચેલ માર્શે પાવરપ્લેમાં જ રન બનાવવાની ગતિ વધારી દીધી. તેણે 36 બોલમાં 60 રન બનાવ્યા. ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. 10મી ઓવરમાં કેશવ મહારાજે તેમને આઉટ કરીને સાઉથ આફ્રિકાને પ્રથમ સફળતા અપાવી. આ પછી ટ્રેવિસ હેડ અને કૂપર કોન્નોલીએ ઇનિંગ્સને આગળ ધપાવી. હેડે 37 બોલમાં 36 અને કોન્નોલીએ 42 બોલમાં 38 રન બનાવ્યા. બંનેના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ સંભાળી શકાઈ નહીં. મહારાજે 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ સમેટી કેશવ મહારાજ સાઉથ આફ્રિકાના સૌથી સફળ બોલર રહ્યો. તેણે 9.2 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી. તેમણે મિચેલ માર્શ, કેમેરન ગ્રીન, જેક એડવર્ડ્સ અને એડમ ઝામ્પાને આઉટ કર્યા. બ્યોર્ન ફોર્ટુઇને 34 રન આપીને 2 વિકેટ લીધી. કોર્બિન બૉશ અને ગેરાલ્ડ કોએત્ઝીએ એક-એક વિકેટ મેળવી. ઓસ્ટ્રેલિયા માટે મેટ રેનશોએ 49 બોલમાં 44 રન બનાવ્યા. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદ મિચેલ સ્ટાર્કે 27 બોલમાં 16 રન બનાવ્યા, પરંતુ નીચલો ક્રમ ટાર્ગેટ સુધી પહોંચી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 41.2 ઓવરમાં 230 રને ઓલઆઉટ થઈ ગઈ.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


