સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 32 રનથી હરાવ્યું:બીજી વન-ડેમાં મિલરે 142 રનની ઇનિંગ રમી, કેપ્ટન બાવુમાએ 103 રન બનાવ્યા
સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને બીજી વન-ડેમાં 32 રનથી હરાવ્યું. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ 3 મેચની સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી. ત્રીજી વન-ડે 30 સપ્ટેમ્બરે સેન્ચુરિયન પાર્કમાં રમાશે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 365/9નો સ્કોર બનાવ્યો. ડેવિડ મિલરે 142 અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ 103 રનની ઇનિંગ રમી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 156 રનની ભાગીદારી થઈ. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.4 ઓવરમાં 333 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે 84-84 રન બનાવ્યા. મિલરે 73 બોલમાં સદી ફટકારી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. એડન માર્કરમ પહેલી જ બોલે આઉટ થઈ ગયો. ક્વિન્ટન ડી કોક પણ 36 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ બાવુમા અને મેથ્યુ બ્રીટ્ઝકેએ ઇનિંગ સંભાળી, પરંતુ બ્રીટ્ઝકે 30 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ મિલર ક્રિઝ પર આવ્યો અને બાવુમા સાથે મળીને ઇનિંગ્સને આગળ વધારી. બંનેએ ચોથી વિકેટ માટે 156 રનની ભાગીદારી કરી. બાવુમાએ 112 બોલમાં પોતાની સદી પૂરી કરી. ઘરઆંગણે વન-ડેમાં આ તેની પહેલી સદી હતી. મિલરે માત્ર 73 બોલમાં સદી પૂરી કરી. ત્યારબાદ તેણે આગામી 20 બોલમાં 39 રન ઉમેરીને સ્કોરને 300ને પાર પહોંચાડ્યો. તેની 142 રનની ઇનિંગ્સ વન-ડે કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ રહી. માર્શ-હેડે 130 રન ઉમેર્યા 366 રનને ચેઝ કરતાં ઓસ્ટ્રેલિયાએ ઝડપી શરૂઆત કરી. મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે પહેલી વિકેટ માટે 130 રન જોડ્યા. બંનેએ પાવરપ્લેમાં જ 77 રન બનાવી લીધા હતા. માર્શે 32 બોલમાં અડધી સદી પૂરી કરી અને 84 રન બનાવ્યા. હેડે 55 બોલમાં અડધી સદી પૂરી કરી અને 84 રનની ઇનિંગ્સ રમી. ત્યારબાદ ફોર્ટુઇને માર્શને બોલ્ડ કર્યો, જ્યારે એડન માર્કરમે હેડને LBW આઉટ કર્યો. સ્પિનરોએ મિડલ ઓવર્સમાં મેચનું પાસું પલટી નાખ્યું હેડના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાનો રનરેટ ઘટી ગયો. કેશવ મહારાજ, બ્યોર્ન ફોર્ટુઇન અને એડન માર્કરમે મળીને 5 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયા પર દબાણ જાળવી રાખ્યું. ઓસ્ટ્રેલિયાએ 17મીથી 40મી ઓવર વચ્ચે 121 રનની અંદર 6 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ છેલ્લી 10 ઓવરમાં તેને 113 રનની જરૂર હતી. જેક એડવર્ડ્સ અને ઝેવિયર બાર્ટલેટે 61 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાની આશાઓ જગાવી. બાર્ટલેટે 26 બોલમાં અડધી સદી પૂરી કરી, પરંતુ તેના આઉટ થતાં જ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ લથડાઈ ગઈ. ટીમ 49.4 ઓવરમાં 333 રને ઓલઆઉટ થઈ ગઈ. એલિસની ઈજાથી ઓસ્ટ્રેલિયાને ઝટકો ઓસ્ટ્રેલિયાના મુખ્ય બોલર નાથન એલિસ પણ મેચમાં ઈજાગ્રસ્ત થયો. તેણે માત્ર 4 ઓવર બોલિંગ કરી અને સાઇડ સ્ટ્રેનને કારણે મેદાનની બહાર જતો રહ્યો. પિંક ડે પર સાઉથ આફ્રિકા 10મી વખત જીત્યું જોહાનિસબર્ગમાં મુકાબલો પિંક ડે અંતર્ગત રમાયો હતો. આ આયોજન સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને સારવાર માટે ભંડોળ એકત્રિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે. આ તેની 14મી આવૃત્તિ હતી અને સાઉથ આફ્રિકાએ તેમાંથી 10 મુકાબલા જીત્યા છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


