સાવધાન! આ 6 કારણો વધારી શકે છે હાર્ટ એટેકનું જોખમ,જાણો ડોક્ટરની સલાહ
આજના સમયમાં હાર્ટ એટેક આવવો એ માત્ર મોટી ઉંમરની સમસ્યા રહી નથી. આપણા શરીરના તમામ અંગો એકબીજા સાથે જોડાયેલા છે અને હૃદયની કાર્યક્ષમતા પર અન્ય શારીરિક ખામીઓની સીધી અસર પડે છે. ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હૃદયની નળીઓમાં અવરોધ આવવો એ અચાનક થતી પ્રક્રિયા નથી, પરંતુ લાંબા સમયની બેદરકારીનું પરિણામ છે.
ડોક્ટરોએ હાર્ટ એટેક માટે નીચેના મુખ્ય કારણોને જવાબદાર ગણાવ્યા છે
1. હાઈ કોલેસ્ટ્રોલ:
લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી નસોમાં પ્લેક એટલે કે કચરો જમા થાય છે. આ બ્લોકેજને કારણે હૃદય સુધી ઓક્સિજનયુક્ત લોહી પહોંચી શકતું નથી, જે હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે.
2. અનિયંત્રિત બ્લડ પ્રેશર (BP)
હાઈ બીપીને કારણે લોહીનો પ્રવાહ ધમનીઓ પર વધુ દબાણ લાવે છે. આ દબાણ સમય જતાં હૃદયના સ્નાયુઓને નબળા પાડે છે અને હાર્ટ ફેલ થવાનું જોખમ વધારે છે.
3. ડાયાબિટીસ અને વજન
બ્લડ શુગર વધવાથી નસોની અંદરની દીવાલોને નુકસાન થાય છે. તેવી જ રીતે, વધતું વજન કે સ્થૂળતા નસોમાં સોજો પેદા કરે છે, જે લોહીના પરિભ્રમણને અવરોધે છે.
4. માનસિક સ્વાસ્થ્ય (તણાવ અને ગુસ્સો)
આધુનિક જીવનશૈલીમાં સતત તણાવ અને અતિશય ગુસ્સો બ્લડ પ્રેશરને અચાનક વધારી દે છે. માનસિક દબાણ હૃદયના ધબકારા અનિયમિત કરી શકે છે.
5. જિનેટિક કારણો (ફેમિલી હિસ્ટ્રી)
જો પરિવારમાં કોઈને હૃદયની બીમારીનો ઇતિહાસ હોય, તો આનુવંશિક રીતે પણ આ જોખમ વધી જાય છે. આવા લોકોએ નિયમિત ચેકઅપ કરાવવું અનિવાર્ય છે.
હાર્ટ એટેકથી બચવા માટે માત્ર હૃદયની જ નહીં, પણ સમગ્ર શરીરની કાળજી લેવી જરૂરી છે. કોલેસ્ટ્રોલ, શુગર અને બીપીનું નિયમિત પરીક્ષણ તેમજ તણાવમુક્ત જીવનશૈલી જ તમારા હૃદયને સુરક્ષિત રાખી શકે છે.
( અહીં લખવામાં આવેલી માહિતી માત્ર આપની જાણકારી માટે છે. કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટર કે ન્યુટ્રિશિયનની સલાહ લેવી યોગ્ય.સંદેશ ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

