સેન્સેક્સમાં 100 પોઈન્ટનો વધારો:72,650ના સ્તરે ટ્રેડિંગ, બેન્કિંગ અને IT શેરોમાં વધુ ખરીદી
શેર બજારમાં આજે એટલે કે 30 સપ્ટેમ્બરે તેજી છે. સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટની તેજી સાથે 72,650ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 22,700ના સ્તરે ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ અને IT શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. આજથી બે IPO ખુલશે સિવિલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની વિશાલ નિર્મિતિ અને જ્વેલરી સેગમેન્ટની કંપની નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીનો IPO આજથી ખુલશે. રોકાણકારો તેમાં 5 ઓક્ટોબર સુધી બિડ કરી શકશે. વિશાલ નિર્મિતિ આ IPO દ્વારા 178 કરોડ રૂપિયા અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરી 108 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર 29 સપ્ટેમ્બરે અમેરિકન બજારમાં ઘટાડો નોંધાયો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 24,055 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 29 સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 243 પોઇન્ટના ઘટાડા સાથે 72,529 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 64 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,716 પર આવી ગયો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


