સેન્સેક્સમાં 200 અંકનો ઘટાડો, 72,500 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં પણ 50 અંકનો ઘટાડો, સતત આઠમા અઠવાડિયે ઘટાડો યથાવત
શેરબજારમાં આજે એટલે કે 29 સપ્ટેમ્બરે ઘટાડો છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 72,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ આશરે 50 પોઈન્ટનો ઘટાડો છે, તે 22,750 પર આવી ગયો છે. ઓટો, મેટલ અને મીડિયા શેરોમાં આજે વધુ વેચવાલી છે. એશિયન બજારોમાં પણ આજે ઘટાડો અમેરિકન બજારમાં 28 સપ્ટેમ્બરે ઘટાડો નોંધાયો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 5,353 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે ગઈકાલે બજારમાં ઘટાડો રહ્યો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 28 સપ્ટેમ્બરે પણ શેરબજારમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ 1124 પોઈન્ટના ઘટાડા સાથે 72,772 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 360 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો અને તે 22,780 પર બંધ થયો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


