સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો:83,600 પર કારોબાર કરી રહ્યો છે; નિફ્ટી 50 પોઈન્ટ ગગડ્યો, ઓટો-ફાર્મા શેર્સમાં વેચવાલી

Last Updated: February 5, 2026By

શેરબજારમાં આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 83,600ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો છે, તે 25,700ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. ઓટો, મેટલ અને ફાર્મા શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે IT અને FMCG શેર્સમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટીને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેર નીચે છે. ગ્લોબલ માર્કેટમાં ઘટાડો વિદેશી રોકાણકારોએ 4 ફેબ્રુઆરીએ ₹250 કરોડના શેર વેચ્યા ગઈકાલે બજારમાં તેજી રહી ગઈકાલે 4 ફેબ્રુઆરીના રોજ સેન્સેક્સ 79 અંક વધીને 83,818 પર બંધ થયો. નિફ્ટીમાં 48 અંકનો વધારો રહ્યો, તે 25,776ના સ્તર પર બંધ થયો. ઓટો, એનર્જી અને FMCG શેરોમાં તેજી રહી. જ્યારે IT અને બેન્કિંગ શેરોમાં ઘટાડો રહ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 38 વધીને બંધ થયા.

Leave A Comment