સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી:84,200 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો; બેંકિંગ અને IT શેર્સમાં તેજી
શેરબજારમાં આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ તેજી છે. સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટના ઉછાળા સાથે 84,200ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો વધારો છે, તે 25,800 પર ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં તેજી અને 11માં ઘટાડો જોવા મળ્યો છે. આજે મેટલ, બેન્કિંગ અને IT શેરોમાં તેજી છે. ગ્લોબલ માર્કેટમાં તેજી વિદેશી રોકાણકારોએ 6 ફેબ્રુઆરીએ 1,950 કરોડના શેર ખરીદ્યા આજથી આય ફાઇનાન્સનો IPO ખુલશે ગુરુગ્રામ સ્થિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) આય ફાઇનાન્સનો IPO આજથી ખુલશે. રોકાણકારો 11 ફેબ્રુઆરી સુધી તેમાં બોલી લગાવી શકશે. કંપની આ ઇશ્યૂ દ્વારા ₹1,010 રૂપિયા એકત્ર કરવા માંગે છે. શુક્રવારે બજારમાં તેજી રહી હતી
આ પહેલાં ગયા અઠવાડિયે શેરબજારમાં તેજી જોવા મળી હતી. 6 ફેબ્રુઆરી (શુક્રવાર) ના રોજ સેન્સેક્સ 266 પોઈન્ટ વધીને 83,580 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 પોઈન્ટ વધીને 25,693 ના સ્તરે બંધ થયો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

