સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો:74,200 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટી 200 પોઈન્ટ નીચે આવ્યો, બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ વેચવાલી
શેરબજારમાં આજે એટલે કે 24 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઘટીને 74,200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી વધુનો ઘટાડો છે. તે 23,200 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, મેટલ અને ઓટો શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી રહી છે. એ-વન સ્ટીલ્સ અને મનીવ્યૂના IPO આજથી ખુલ્યા એ-વન સ્ટીલ્સ અને મનીવ્યૂના IPO આજથી ખુલશે. રોકાણકારો તેમાં 28 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. એ-વન સ્ટીલ્સ આ IPO દ્વારા 405 કરોડ રૂપિયા અને મનીવ્યૂ 1,091.68 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 23 સપ્ટેમ્બરે તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 2,169 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 23 સપ્ટેમ્બરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 299 પોઈન્ટ વધીને 74,828 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 118 પોઈન્ટનો વધારો રહ્યો હતો અને તે 23,447 પર બંધ થયો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


