સેન્સેક્સ 208 પોઈન્ટ વધીને 84,274 પર બંધ:નિફ્ટીમાં 68 પોઈન્ટની તેજી; ઓટો અને મીડિયા શેરોમાં ખરીદી
આજે 10 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 208 પોઈન્ટની તેજી સાથે 84,274 પર બંધ થયો. નિફ્ટી 68 પોઈન્ટ વધીને 25,935 પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે ઓટો, આઈટી અને મીડિયા શેરોમાં તેજી જોવા મળી રહી છે, જેમાં ઓટો સેક્ટર સૌથી વધુ 1.37% વધ્યું છે. ગ્લોબલ માર્કેટમાં તેજી વિદેશી રોકાણકારોએ 9 ફેબ્રુઆરીએ 2,222 કરોડના શેર ખરીદ્યા આજે આય ફાઇનાન્સ અને ફ્રેક્ટલ એનાલિટિક્સના IPOનો બીજો દિવસ
નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) આય ફાઇનાન્સ અને ફ્રેક્ટલ એનાલિટિક્સ કંપનીના IPOનો આજે બીજો દિવસ છે. રોકાણકારો 11 ફેબ્રુઆરી સુધી તેમાં બોલી લગાવી શકશે. આય ફાઇનાન્સ આ ઇશ્યૂ દ્વારા 1,010 રૂપિયા એકત્ર કરવા માંગે છે. જ્યારે ફ્રેક્ટલ એનાલિટિક્સનો 2,833.90 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્લાન છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 9 નવેમ્બરે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 485 પોઈન્ટના ઉછાળા સાથે 84,066ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં 174 પોઈન્ટનો વધારો થયો હતો, જે 25,867 પર બંધ થયો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

