સેન્સેક્સ 22 પોઈન્ટ ઘટીને 74,315 પર બંધ:નિફ્ટીમાં 53 પોઈન્ટનો ઉછાળો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ખરીદી રહી

Last Updated: September 21, 2026By

શેરબજારમાં આજે 17 સપ્ટેમ્બરે સેન્સેક્સ 22 પોઈન્ટના ઘટાડા સાથે 74,315 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં 53 પોઈન્ટનો ઉછાળો રહ્યો અને તે 23,271 પર બંધ થયો. ફાર્મા, મીડિયા અને રિયલ્ટી શેરોમાં વધુ ખરીદી જોવા મળી. જ્યારે બેન્કિંગ શેરોમાં આજે વધુ વેચવાલી રહી. માર્કેટની સ્થિતિ નિફ્ટીના ટોપ ગેઇનર નિફ્ટી ટોપ લૂઝર એશિયન બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો અમેરિકન બજારમાં ગઈકાલે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 5941 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. સેન્સેક્સ ગઈકાલે 332 પોઈન્ટ વધીને બંધ થયો હતો શેરબજારમાં કાલે16 સપ્ટેમ્બરના રોજ તેજી રહી. સેન્સેક્સ 332 પોઈન્ટ વધીને 74,336 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 99 પોઈન્ટની તેજી રહી, તે 23,217ના સ્તરે પહોંચી ગયો હતો. સરકારી બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી થઈ હતી.