સોના-ચાંદીમાં ઐતિહાસીક ઉછાળો:બજાર ખૂલતાં જ ચાંદી 3 લાખને આંબી, એક જ દિવસમાં રૂ. 13 હજાર મોંઘી થઈ, સોનું પણ વધીને ભાવ રૂ. 1.45 લાખને પાર
સોના અને ચાંદી બંનેની કિંમત દરરોજ રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. સોમવારે, અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં એવી હલચલ મચી ગઈ કે 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખ રૂપિયાને પાર થઈ ગયો. ઇતિહાસમાં પહેલીવાર ચાંદીએ આ સ્તરને પાર કરી દીધું છે. આ દરમિયાન, સોનાના ભાવ પણ ઝડપથી વધીને નવી ટોચ પર પહોંચ્યા છે. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹1,45,740 છે. ચાંદી અટકવાનું નામ લેતી નથી ચાંદીના ભાવ અટકવાના નથી. સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં ખુલતા ચાંદીના ભાવમાં ₹13,553નો વધારો થયો, જે પહેલી વાર ત્રણ લાખના આંકડાને પાર થઈ ગયો. ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹3,01,315ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવારે, MCX ચાંદીનો દર પ્રતિ કિલોગ્રામ ₹2,87,762 પર બંધ થયો હતો. સોનું અચાનક ₹2,900 મોંઘુ થયું હવે, સોનાના ભાવની વાત કરીએ તો, MCX સોનાનો ભાવ ચાંદીની જેમ વધી રહ્યો છે. ગયા અઠવાડિયે, શુક્રવાર, 5 ફેબ્રુઆરીના રોજ, સોનાના વાયદાના ભાવ ₹1,42,517 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા.અને સોમવારે ખુલતા જ, તે ₹145,500ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો. આ ગણતરી કરતાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹2,983નો વધારો થયો છે. બીજી તરફ, જો આપણે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી સોનાના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો, 31 ડિસેમ્બર, 2025ના રોજ, 10 ગ્રામ સોનાનો ભાવ 1,35,804 રૂપિયા હતો, જે મુજબ તે અત્યાર સુધીમાં સોનું પ્રતિ 10 ગ્રામ 9,696 રૂપિયા મોંઘું થયું છે. દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સોર્સ: goodreturns (19 જાન્યુઆરી,2026) જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં ₹65,000નો વધારો થયો 2025માં ભારે ઉછાળો આવ્યા પછી આ વર્ષના પહેલા મહિનામાં ચાંદીના ભાવમાં સતત વધારો થયો છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જાન્યુઆરી 2026માં ચાંદીનો ભાવ અત્યાર સુધીમાં ₹65,614 પ્રતિ કિલોગ્રામ થયો છે. 2025ના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે 1 કિલો ચાંદીનો ભાવ 2,35,701 રૂપિયા હતો, જે હવે 3,01,315 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. સોનામાં તેજીના 3 મુખ્ય કારણો ડોલર નબળો – અમેરિકાના વ્યાજ દરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા. ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ – રશિયા-યુક્રેન યુદ્ધ અને વિશ્વમાં તણાવ વધવાને કારણે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે. રિઝર્વ બેંક – ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે, તેઓ વર્ષભરમાં 900 ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે, તેથી ભાવ વધી રહ્યા છે. ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો ઔદ્યોગિક માંગ – સોલર, ઇલેક્ટ્રોનિક્સ અને EVમાં ભારે ઉપયોગ, ચાંદી હવે માત્ર જ્વેલરી નથી, પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે. ટ્રમ્પનો ટેરિફનો ડર – અમેરિકન કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, વૈશ્વિક પુરવઠામાં ઘટાડાને કારણે કિંમતો વધી છે. મેન્યુફેક્ચરર સ્પર્ધામાં – ઉત્પાદન અટકવાના ડરથી બધા અગાઉથી ખરીદી રહ્યા છે, આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં પણ તેજી જળવાઈ રહેશે. સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લાગેલો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એેની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

