સોનું ₹4065 ઘટીને ₹1.48 લાખ પર આવ્યું:1 કિલો ચાંદી ₹9158 સસ્તી થઈ, આ મહિને સોનાની કિંમતમાં 8 હજાર અને ચાંદીમાં 14 હજારનો ઘટાડો

Last Updated: September 28, 2026By

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 28 સપ્ટેમ્બરે ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 4,065 રૂપિયા ઘટીને 1.48 લાખ રૂપિયા થઈ ગયા છે. એક કિલો ચાંદી 9,158 રૂપિયા સસ્તી થઈને 2.23 લાખ રૂપિયા પર આવી ગઈ છે. સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 14 હજાર રૂપિયા સસ્તી થઈ જો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આ મહિને અત્યાર સુધીના 28 દિવસમાં સોનું 8 હજાર અને ચાંદી 14 હજાર રૂપિયા સસ્તી થઈ છે. 31 ઓગસ્ટે સોનું 1.56 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે 1.48 લાખ રૂપિયા પર આવી ગયું છે. એ જ રીતે 1 કિલો ચાંદીની કિંમત 2.37 લાખ રૂપિયાથી ઘટીને 2.23 લાખ રૂપિયા થઈ ગઈ છે. શું આ ઘટાડો લાંબો સમય ચાલશે? બજાર નિષ્ણાતોનું માનવું છે કે હાલ સોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે: જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો

Leave A Comment