સ્પોર્ટ્સ અપડેટ:વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

Last Updated: June 24, 2026By

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને લઈને યુરોપમાં જબરદસ્ત ઉત્સાહ છે. પૂર્વ ભારતીય અને આઇરિશ ક્રિકેટર એમવી નરસિમ્હા રાવ (બોબજી)એ જણાવ્યું કે બેલફાસ્ટના 7,000 ક્ષમતાવાળા સ્ટૉર્મૉન્ટ ગ્રાઉન્ડ માટે ટિકિટોની ભારે માગ છે અને યુરોપના ઘણા દેશોમાંથી ચાહકો મેચ જોવા પહોંચી શકે છે. રાવનું માનવું છે કે બેલફાસ્ટની ધીમી પીચ વૈભવને અનુકૂળ આવશે, પરંતુ ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં સ્વિંગ અને બદલાતા હવામાનને કારણે તેની અસલી પરીક્ષા થશે. તેમણે વૈભવની બેટિંગની સર ગારફિલ્ડ સોબર્સ સાથે સરખામણી કરતા કહ્યું કે તેની ટેકનિક અને શોટ રમવાની ક્ષમતા શાનદાર છે. રાવે યુવા બેટરને સલાહ આપી કે તે સુપરસ્ટારડમ વચ્ચે સચિન તેંડુલકરની જેમ નમ્ર રહે, ફિટનેસ અને અનુશાસન જાળવી રાખે. તેમણે કહ્યું કે વૈભવ પાસે અસાધારણ પ્રતિભા છે, પરંતુ તેને લાંબા સમય સુધી જાળવી રાખવી સૌથી મોટી પડકાર હશે. આયર્લેન્ડ ક્રિકેટમાં 35 વર્ષથી યોગદાન આપી રહેલા રાવને 28 જૂને બીજી T20 પહેલા પ્રતિષ્ઠિત ‘રોય ટૉરેન્સ બેલ’ વગાડવાનું સન્માન પણ મળશે.

Leave A Comment