સ્પોર્ટ્સ અપડેટ:US ઓપન બેડમિન્ટનમાં શ્રીકાંત-તન્વી સહિત ઘણા ભારતીયો આગળના પહોંચ્યા

Last Updated: June 26, 2026By

અમેરિકાના ફુલર્ટનમાં શરૂ થયેલી યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની શરૂઆત શાનદાર રહી. મેન્સ સિંગલ્સમાં પાંચમી ક્રમાંકિત કિદાંબી શ્રીકાંતે ડી. સનીતને 21-14, 21-12 થી હરાવ્યો, જ્યારે બીજી ઓલ-ઇન્ડિયન મેચમાં રૌનક ચૌહાણે એસ. સંકર મુથુસામીને 23-21, 21-16થી હરાવ્યો. વુમન્સ સિંગલ્સમાં વર્લ્ડ જુનિયર સિલ્વર મેડલિસ્ટ તન્વી શર્માએ જર્મનીની યવોન લીને 23-21, 21-16 થી હરાવીને બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું. દેવિકા સિહાગે પેરુની ઇનેસ લુસિયા કેસ્ટિલોને 21-14, 21-14 થી અને રક્ષિતા શ્રીએ ચેક રિપબ્લિકની ટેરેઝા સ્વાબિકોવાને 21-15, 21-8થી હરાવી. મિક્સડ ડબલ્સમાં ધ્રુવ રાવત અને કે. મનીષાની જોડીએ ઇન્ડોનેશિયાના વિરાવાન એહસાન એડમ અને સેરેના કાનીને માત્ર 26 મિનિટમાં 21-15, 21-16થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.