સ્વિગીને ₹1,065 કરોડનું નુકસાન:ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 33% વધ્યો; રેવન્યુ 54% વધીને ₹6,148 કરોડ રહ્યો

Last Updated: January 31, 2026By

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીનો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નેટ લોસ એટલે કે ચોખ્ખું નુકસાન વાર્ષિક ધોરણે 33% વધીને ₹1,065 કરોડ રહ્યું. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને ₹799 કરોડનું નુકસાન થયું હતું. જ્યારે કંપનીની ઓપરેશનલ રેવન્યુમાં 54%નો વધારો થયો છે. નાણાકીય વર્ષ 26ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશનલ રેવન્યુ 6,148 કરોડ રૂપિયા રહી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ ₹3,993 કરોડની રેવન્યુ જનરેટ કરી હતી. સ્વિગીના પરિણામની 4 મોટી વાતો ઇન્સ્ટામાર્ટની વૃદ્ધિ વધી: સ્વિગીના ‘ઇન્સ્ટામાર્ટ’ બિઝનેસે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેનું કુલ વેચાણ ગયા વર્ષની સરખામણીમાં બમણું (103%) થઈને ₹7,938 કરોડ થયું છે. લોકો હવે માત્ર વધુ ઓર્ડર જ નથી કરી રહ્યા, પરંતુ તેમના ઓર્ડરનું કદ પણ મોટું (સરેરાશ ₹746) થયું છે. ફૂડ ડિલિવરીમાં પણ મજબૂતી: ફૂડ ડિલિવરીના વ્યવસાયમાં છેલ્લા 3 વર્ષની સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. તેનું વેચાણ 20.5% વધ્યું છે. હવે દર મહિને સ્વિગીથી ફૂડ ઓર્ડર કરતા સક્રિય ગ્રાહકોની સંખ્યા વધીને 1.81 કરોડ થઈ ગઈ છે. ડાર્ક સ્ટોર્સની સંખ્યા વધી: સ્વિગીએ તેના ડાર્ક સ્ટોર્સ (જ્યાં સામાન સંગ્રહિત કરવામાં આવે છે)ની સંખ્યા વધારીને 136 કરી દીધી છે, જે હવે દેશના 31 શહેરોમાં ફેલાયેલા છે. કંપનીએ તેના સ્ટોર્સનું કદ પણ મોટું કર્યું છે જેથી ગ્રાહકોને વધુ વિવિધતાનો સામાન મળી શકે. ખર્ચાઓએ ટેન્શન વધાર્યું: કંપનીનો ખોટ વધવાનું મુખ્ય કારણ તેના વધતા ઓપરેશનલ ખર્ચાઓ છે, જે 49% વધીને ₹7,298 કરોડ થઈ ગયા છે. કંપની જાહેરાત, નેટવર્ક વિસ્તરણ અને ડિલિવરી પર ઘણો પૈસો ખર્ચ કરી રહી છે, જેના કારણે કમાણી વધવા છતાં તે ખોટમાં છે. કંપનીની બેંગલુરુથી થઈ શરૂઆત
સ્વિગીની શરૂઆત બેંગલુરુના કોરામંગલાથી થઈ હતી. સ્થાપકો નંદન રેડ્ડી અને શ્રીહર્ષા મજેટીએ કેટલાક ડિલિવરી પાર્ટનર અને લગભગ 25 રેસ્ટોરન્ટ સાથે જોડાઈને કંપની શરૂ કરી. તે સમયે સ્વિગી એપ પર ઉપલબ્ધ નહોતું. તેથી લોકો તેની વેબસાઇટ પર જઈને પોતાની મનપસંદ રેસ્ટોરન્ટ પસંદ કરીને ફૂડ ઓર્ડર કરતા હતા. સ્વિગીની સર્વિસ લોકોને ખૂબ ગમવા લાગી અને તેનાથી કંપનીને ઓળખ મળવાની શરૂઆત થઈ. કંપનીએ 2015ના શરૂઆતના મહિનાઓમાં પોતાની એપ લોન્ચ કરી. એપની મદદથી ફૂડ ઓર્ડર કરવું ગ્રાહકો માટે સરળ બન્યું. ભારતની સૌથી ઝડપી યુનિકોર્ન
સ્વિગી ભારતની સૌથી ઝડપી યુનિકોર્ન બનનારી કંપની છે. યુનિકોર્ન સુધી પહોંચવામાં કંપનીને 4 વર્ષથી પણ ઓછો સમય લાગ્યો. 2014માં શરૂ થયેલી કંપની 2018 સુધીમાં 10 હજાર કરોડના વેલ્યુએશનવાળી કંપની બની ગઈ હતી.

Leave A Comment