સ્વિગી-ઝેપ્ટોએ પણ '10 મિનિટમાં ડિલિવરી'નો દાવો હટાવ્યો:સરકારના આદેશ બાદ જાહેરાત બદલાઈ; એક દિવસ પહેલા બ્લિન્કિટે હટાવી હતી

Last Updated: January 14, 2026By

કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ સ્વિગી અને ઝેપ્ટોએ બુધવારે તેમના પ્લેટફોર્મ પરથી ’10 મિનિટમાં ડિલિવરી’ના દાવાને હટાવી દીધો. સરકારે આ કંપનીઓને કડક સૂચના આપી છે કે તેઓ ડિલિવરી સમયને લઈને આવા દાવા ન કરે જેનાથી ડિલિવરી પાર્ટનર્સ પર દબાણ આવે. આ પહેલા મંગળવારે બ્લિન્કિટે તેની જાહેરાતો અને એપ પરથી ’10 મિનિટ’નો ટેગ હટાવ્યો હતો. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે જ ક્વિક કોમર્સ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે એક ઉચ્ચ-સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષા અને તેમની કાર્યપદ્ધતિઓ પર ચર્ચા થઈ હતી. સરકારનું માનવું છે કે 10 મિનિટમાં સામાન પહોંચાડવાના વચનને કારણે રાઇડર્સ પર માનસિક દબાણ વધે છે, જેનાથી માર્ગ અકસ્માતોનો ખતરો રહે છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે કંપનીઓએ તેમની બ્રાન્ડિંગમાંથી સમયની પાબંદી હટાવવી પડશે. કંપનીઓએ બદલ્યા તેમના સ્લોગન અને જાહેરાતો સરકારની કડકાઈ બાદ કંપનીઓએ પોતાની એપ અને સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેરફારો શરૂ કરી દીધા છે. બ્લિન્કિટે પોતાની ટેગલાઇન ‘10,000+ પ્રોડક્ટ્સ 10 મિનિટમાં’ ને બદલીને હવે ‘30,000+ પ્રોડક્ટ્સ તમારા દરવાજે’ કરી દીધી છે. આ જ રીતે સ્વિગી અને ઝેપ્ટોએ પણ પોતાના પ્લેટફોર્મ પરથી 10 મિનિટના વાયદાને હટાવીને તેને સર્વિસની સુવિધા અને વેરાયટી પર ફોકસ કરી દીધું છે. રાઇડર્સની સુરક્ષા અને ઝડપી ડ્રાઇવિંગ પર ચિંતા હતી ક્વિક કોમર્સ સેક્ટરની સૌથી મોટી ટીકા એ વાતને લઈને થતી રહી છે કે 10 મિનિટની ડેડલાઇન પૂરી કરવાના ચક્કરમાં રાઇડર્સ ઝડપથી ગાડી ચલાવે છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે. આંકડાઓ મુજબ, આ સ્પર્ધાને કારણે રાઇડર્સ વચ્ચે તણાવ અને અકસ્માતોના સમાચાર વધી રહ્યા હતા. જોકે, કંપનીઓ દાવો કરતી રહી છે કે તેઓ રાઇડર્સને સમય મર્યાદા બતાવતી નથી, પરંતુ જાહેરાતની અસર જમીન પર અલગ દેખાતી હતી. બિઝનેસ મોડેલ પર શું અસર પડશે? નિષ્ણાતોનું કહેવું છે કે જાહેરાતમાંથી 10 મિનિટનો દાવો હટાવવાનો અર્થ એ નથી કે ડિલિવરી મોડી થશે. કંપનીઓ હજુ પણ તેમના ડાર્ક સ્ટોર્સની મદદથી ઝડપથી સામાન પહોંચાડશે. એલારા કેપિટલના કરણ તોરાણી અનુસાર, આ બદલાવ ફક્ત બ્રાન્ડિંગ અને દેખાવા પૂરતો મર્યાદિત છે, બિઝનેસ મોડેલમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. કંપનીઓ હવે સ્પીડને બદલે ‘સુવિધા’ અને ‘વધુ પ્રોડક્ટ્સ’ને પોતાની તાકાત બનાવશે. ગિગ વર્કર્સની હડતાળે સરકારનું ધ્યાન ખેંચ્યું હતું જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆતમાં જ દેશના ઘણા ભાગોમાં ડિલિવરી પાર્ટનર્સે હડતાળ કરી હતી. તેમની મુખ્ય માગ વધુ સારા વેતન, સુરક્ષા અને કામના કલાકોમાં સુધારાની હતી. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ગિગ વર્કર્સ માટે સોશિયલ સિક્યોરિટી અને સન્માનજનક વેતનની માગ કરી હતી. આ પછી જ સરકારે આ મામલે દખલગીરી કરી. ગિગ વર્કર્સે 31 ડિસેમ્બરે હડતાળ કરી હતી ઓછી કમાણી અને 10 મિનિટમાં ડિલિવરીના દબાણથી પરેશાન ગિગ વર્કર્સે નવા વર્ષ પહેલા 31 ડિસેમ્બરે હડતાળ કરી હતી, જેમાં સ્વિગી, ઝોમેટો, બ્લિન્કિટ, ઝેપ્ટો જેવી કંપનીઓના રાઇડર્સ સામેલ હતા. આ પહેલા ગિગ વર્કર્સે 25 ડિસેમ્બરે ક્રિસમસ પર પણ હડતાળ કરી હતી. આ હડતાળમાં ગિગ વર્કર્સે 10 મિનિટમાં ડિલિવરી મોડેલને સમાપ્ત કરવા સહિત અનેક માંગણીઓ કરી હતી. શું છે ક્વિક કોમર્સ? ગિગ વર્કર્સની સ્થિતિ