હરમનપ્રીત 200 T20 રમનારી પહેલી ક્રિકેટર બનશે:ભારત-સાઉથ આફ્રિકા મેચ આજે; બંને વચ્ચે વન-ડે વર્લ્ડકપ ફાઈનલ પણ ટકરાયા હતા
વુમન્સ T20 વર્લ્ડ કપમાં આજે બે મેચ રમાશે. સૌથી વધુ નજર ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પર રહેશે. માનચેસ્ટરમાં સાંજે 7 વાગ્યાથી રમાનારી મેચમાં જીત નોંધાવનારી ટીમ સેમિફાઇનલની નજીક પહોંચી જશે. તે પહેલા બ્રિસ્ટલમાં બપોરે 3 વાગ્યાથી વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા આમને-સામને હશે. ભારત સતત બે મેચ જીતી ચૂક્યું છે. ટીમે પાકિસ્તાનને 64 અને નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું હતું. આજની મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌર 200 T20 ઇન્ટરનેશનલ રમનારી પ્રથમ ક્રિકેટર પણ બનશે. બીજી તરફ સાઉથ આફ્રિકા માટે આ મુકાબલો કરો યા મરો જેવો છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં એક જ જીતી શકી છે. ગયા વર્ષે 2 નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર ટાઇટલ જીત્યું હતું. ભારત-સાઉથ આફ્રિકાની ટક્કર બરાબરીની ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 24 T20 રમાયા છે. ભારતે 11 અને સાઉથ આફ્રિકાએ 10 મેચ જીત્યા છે. 3 મેચનું પરિણામ આવી શક્યું નથી. શ્રેયંકાની જગ્યાએ રાધાને તક મળી શકે છે ઘૂંટીની ઈજાને કારણે શ્રેયંકા પાટીલ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તેની જગ્યાએ ભારત રાધા યાદવને પ્લેઈંગ-11માં સામેલ કરી શકે છે. આનાથી ટીમ બે ઝડપી બોલર અને ત્રણ સ્પિનરના કોમ્બિનેશનને જાળવી રાખી શકશે. સ્મૃતિ સતત 2 ફિફ્ટી ફટકારી ચૂકી છે વોલ્વાર્ટે ભારત સામે 520 રન બનાવ્યા હવામાન અને પીચ રિપોર્ટ માન્ચેસ્ટરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ નવી પીચ પર રમાશે. અહીં આ વર્લ્ડ કપની બંને મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે. હવામાન સ્વચ્છ રહેવાની અપેક્ષા છે અને વરસાદની કોઈ શક્યતા નથી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી/નંદની શર્મા, ક્રાંતિ ગૌડ, એન શ્રી ચરણી. સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ટ (કેપ્ટન), સુને લુસ, એનેરી ડર્કસેન, મેરિઝન કેપ, નાદિન ડી ક્લાર્ક, ક્લો ટ્રાયોન, કાયલા રેનેકે, સિનાલો જાફ્તા (વિકેટકીપર), શબનીમ ઇસ્માઇલ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

