હવે સોશિયલ મીડિયા X બન્યું બેંક!:ઇલોન મસ્કે લોન્ચ કર્યું 'X મની' ફીચર; મેટલ ડેબિટ કાર્ડ, 6% વ્યાજ અને 3% કેશબેક મળશે
ઇલોન મસ્કે ‘X મની’ ફીચરનું રોલઆઉટ શરૂ કરી દીધું છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર)ને ‘એવરીથિંગ એપ’ બનાવવાની યોજના હેઠળ એક મોટું પગલું છે. કંપનીએ હાલમાં ફક્ત અમેરિકામાં તેના પ્રીમિયમ અને પ્રીમિયમ+ સબ્સ્ક્રાઇબર્સ માટે આ બેંકિંગ સેવાઓ શરૂ કરી છે. આ પહેલા તેને ફક્ત ઇનવાઇટ-ઓન્લી બીટા ફેઝ હેઠળ ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ 27 જુલાઈથી તેને સત્તાવાર રીતે રોલઆઉટ કરવામાં આવ્યું છે. યુઝર એપ છોડ્યા વિના કરી શકશે બેંકિંગના કામ ‘X મની’ ફીચર દ્વારા સબ્સ્ક્રાઇબર્સને એપ છોડ્યા વિના જ પોતાની રોજિંદી બેંકિંગ પ્રવૃત્તિઓ કરવાની સુવિધા મળશે. આ સેવા હેઠળ યુઝર્સને ક્રોસ રિવર બેંકના સપોર્ટથી ડિપોઝિટ એકાઉન્ટ મળશે. આના દ્વારા યુઝર્સ પૈસા પ્રાપ્ત કરી શકશે, અન્ય X યુઝર્સને પૈસા ટ્રાન્સફર કરી શકશે, બિલોની ચુકવણી કરી શકશે, વાયર ટ્રાન્સફર મોકલી શકશે અને ફિઝિકલ ચેક પણ જમા કરાવી શકશે. વર્ચ્યુઅલ અને મેટલ કાર્ડ, 3% કેશબેકની સુવિધા ‘X મની’ હેઠળ એક વર્ચ્યુઅલ વિઝા ડેબિટ કાર્ડ આપમેળે જારી થઈ જશે. આ કાર્ડ Apple Pay અને Google Pay બંને સાથે કામ કરે છે. આ ઉપરાંત યુઝર્સ એક ફિઝિકલ મેટલ કાર્ડનો પણ ઓર્ડર આપી શકે છે. યુઝર્સ પાસે એ પસંદ કરવાનો વિકલ્પ હશે કે તેઓ આ ફિઝિકલ કાર્ડ પર પોતાનું X હેન્ડલ પ્રિન્ટ કરાવવા માંગે છે કે નહીં. કાર્ડના મુખ્ય ફીચર્સ: 6% વાર્ષિક વ્યાજ અને ફ્રી ATM ઉપાડ વર્તમાન સમયમાં ‘X મની’ની સુવિધા ફક્ત અમેરિકાના પ્રીમિયમ અને પ્રીમિયમ+ સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે. લાયક યુઝર્સ ડાયરેક્ટ ડિપોઝિટ સેટ કરીને 6% સુધીનું વાર્ષિક પર્સેન્ટેજ યીલ્ડ (APY) કમાવી શકે છે. અન્ય સુવિધાઓ અને સુરક્ષા ફીચર્સ મસ્કનું એવરીથિંગ એપ વિઝન ‘X મની’નું લોન્ચ ઇલોન મસ્કના X ને ચીનના ‘વીચેટ’ની જેમ એક એવરીથિંગ એપ બનાવવાની જૂની યોજનાનો એક ભાગ છે. તેમાં મેસેજિંગ, શોપિંગ અને ફાઇનાન્સિયલ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર કામ કરે છે. વર્ષ 2023માં મસ્કે કર્મચારીઓને કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે X ભવિષ્યમાં પીઅર-ટુ-પીઅર (P2P) પેમેન્ટથી આગળ વધીને યુઝર્સના સંપૂર્ણ નાણાકીય જીવનને સપોર્ટ કરે. અમેરિકી સાંસદોની નજર, સેનેટર વોરેને ચિંતા વ્યક્ત કરી X દ્વારા નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં પ્રવેશ કરવા પર અમેરિકી સાંસદોની તપાસ અને નજર પણ વધી ગઈ છે. સેનેટ બેંકિંગ કમિટીના ટોચના ડેમોક્રેટ સેનેટર એલિઝાબેથ વોરેને 14 એપ્રિલે ઇલોન મસ્કને એક પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં મસ્ક પાસેથી આ અંગે સંપૂર્ણ માહિતી માંગી હતી કે, શું X બેંકિંગ અને નાણાકીય સેવાઓને જવાબદારીપૂર્વક સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે કે નહીં. વોરેને X ના મેનેજમેન્ટ પર ચિંતા વ્યક્ત કરતા ગ્રાહકો, રાષ્ટ્રીય સુરક્ષા અને સમગ્ર નાણાકીય સિસ્ટમ માટે સંભવિત જોખમો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. શું હોય છે એવરીથિંગ એપ કે સુપર એપ? એવરીથિંગ એપ અથવા સુપર એપ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ હોય છે, જે યુઝરને એક જ એપની અંદર ઘણી બધી અલગ-અલગ સેવાઓ આપે છે. જેમ કે- સોશિયલ મીડિયા, મેસેજિંગ, ડિજિટલ વોલેટ, બેન્કિંગ, કેબ બુકિંગ, ઓનલાઈન શોપિંગ અને બિલ પેમેન્ટ. ચીનમાં ‘વીચેટ’ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ઇલોન મસ્ક પણ X ને આ જ રીતે ઢાળી રહ્યા છે, જેથી યુઝરને કોઈ અન્ય કામ માટે એપ બદલવાની જરૂર ન પડે. એન્યુઅલ પર્સેન્ટેજ યીલ્ડ શું છે? એન્યુઅલ પર્સેન્ટેજ યીલ્ડ એટલે કે APY નો અર્થ છે વાર્ષિક મળતા કુલ વ્યાજની ટકાવારી. આમાં ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પણ સામેલ હોય છે. એટલે કે જો તમે X મનીના ડિપોઝિટ એકાઉન્ટમાં પૈસા રાખો છો અને ડાયરેક્ટ ડિપોઝિટ સેટ કરો છો, તો તમને વાર્ષિક 6% ના દરે રિટર્નનો ફાયદો મળી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

