હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સિરીઝ રમવા અંગે સસ્પેન્સ:જમણા પગમાં ઈજા; માર્ચમાં રમી હતી છેલ્લી ઇન્ટરનેશનલ મેચ
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરીથી ઈજાગ્રસ્ત થયો છે. તેના જમણા પગના આગળના હાડકામાં ઈજા થઈ છે. આ કારણે તે ઓછામાં ઓછા 3 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. PTIના અહેવાલ મુજબ, ઈજાના કારણે હાર્દિક ન્યૂઝીલેન્ડ સામેની T20 અને વન-ડે બંને સિરીઝ રમી શકશે નહીં. T20 સિરીઝ 22 ઓક્ટોબરથી શરૂ થશે. તેઓમાર્ચથી ટીમ ઈન્ડિયાની બહાર છે. 2 અઠવાડિયા આરામ, ત્યારબાદ રિહેબ શરૂ થશે BCCIના એક સૂત્ર અનુસાર, હાર્દિકના તાજેતરના સ્કેનમાં જમણા પગના આગળના હાડકામાં ઈજા હોવાનું સામે આવ્યું છે. તેને 2 અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. BCCI મેડિકલ પેનલના વડા ડૉ. દિનશૉ પારડીવાલા હાલમાં જાપાનમાં છે. તેમના પરત ફર્યા બાદ હાર્દિકના રિપોર્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ રિહેબ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. ઈન્ડિયા-A ટીમમાં પસંદગી થઈ હતી, હવે ઓસ્ટ્રેલિયા-A સિરીઝ પણ નહીં રમે હાર્દિકના રિટર્ન ટુ પ્લેનો ટાર્ગેટ 20 સપ્ટેમ્બર રાખ્યો હતો. આ આધારે તેને ઓસ્ટ્રેલિયા-A સામે 6 ઓક્ટોબરથી શરૂ થનારી વન-ડે સિરીઝ માટે ઈન્ડિયા-A ટીમમાં પસંદ કર્યો હતો. નવી ઈજાને કારણે હવે તે આ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે. એશિયન ગેમ્સ માટે જાપાન જવાનો હતો BCCI હાર્દિકને એશિયન ગેમ્સ માટે જાપાન જનાર ભારતીય દળ સાથે મોકલવા માગતું હતું. આ માટે બોર્ડની ઓપરેશન્સ ટીમે તેના પાસપોર્ટના વિઝા માટેનું કામ પણ શરૂ કરી દીધું હતું. અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ શરૂ થવાના થોડા સમય પહેલાં ફિલ્ડિંગ ડ્રિલ દરમિયાન હાર્દિકને ઘૂંટણની આસપાસ તીવ્ર દુખાવો થયો હતો. તેણે થોડા દિવસ આરામ કર્યો. ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની તૈયારી દરમિયાન દુખાવો ફરીથી ઉપસી આવ્યો. ત્યારબાદ સ્કેન કરાવવામાં આવ્યું, જેમાં ઈજાની પુષ્ટિ થઈ. 4 મહિનામાં ત્રીજી વખત સમસ્યા 32 વર્ષીય હાર્દિક IPL બાદથી બેંગલુરુમાં રહે છે. તે સેન્ટર ઑફ એક્સેલન્સમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. છેલ્લા 4 મહિનામાં હાર્દિકને ત્રણ વખત ઈજાની સમસ્યા થઈ છે. અફઘાનિસ્તાન વન-ડે સિરીઝ, ઇંગ્લેન્ડ T20 સિરીઝ અને હવે ઓસ્ટ્રેલિયા-A સિરીઝ પહેલાં તેને ઈજા થઈ છે. આ ઈજાઓએ તેની વાપસીની સમયરેખાને અસર કરી છે. હવે ઝિમ્બાબ્વે સિરીઝમાં વાપસી પર નજર ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બહાર થયા બાદ હાર્દિકની વાપસી હવે ઝિમ્બાબ્વે સામેની વન-ડે સિરીઝથી થઈ શકે છે. જો ત્યાં સુધી તે ફિટ નહીં થાય તો વિજય હજારે ટ્રોફી અથવા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમીને ફિટનેસ સાબિત કરવાનો વિકલ્પ રહેશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


