હૃતિક રોશન લાકડીના ટેકે ચાલતો દેખાયો!:ફિલ્મમેકર ગોલ્ડી બહલની પાર્ટીમાં ઈજાગ્રસ્ત હાલતમાં પહોંચ્યો, ફેન્સે વ્યક્ત કરી ચિંતા
એક્ટર હૃતિક રોશન શનિવારે ફિલ્મમેકર ગોલ્ડી બહલના બર્થ-ડે સેલિબ્રેશનમાં જોવા મળ્યો. જોકે, આ દરમિયાન તે લાકડીના ટેકે ચાલતો દેખાયો અને તેણે ફોટોગ્રાફરોને પોઝ આપ્યો નહીં. એક્ટર બ્લેક હુડી, મેચિંગ જોગર્સ અને કેપમાં જોવા મળ્યો. હૃતિકની લાકડીના ટેકે ચાલતી તસવીર શેર કરતાં ફોટોગ્રાફર યોગેન શાહે કહ્યું કે- ઘૂંટણમાં ઈજા થયા બાદ એક્ટર તેમાંથી બહાર આવી રહ્યો છે. હૃતિકને આ રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જોઈને ફેન્સ ચિંતિત જોવા મળ્યા અને તેણે તેના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. ગયા વર્ષે પણ હૃતિક લાકડીના ટેકે ચાલતો જોવામાં મળ્યો હતો. ત્યારે તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તે સમયે તેના મેનેજરે જણાવ્યું હતું કે આ ઈજા ‘વોર 2’ના એક ગીતની રિહર્સલ દરમિયાન થઈ હતી અને ડોકટરોએ તેને આરામ કરવાની સલાહ આપી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો હૃતિક હવે તેની આગામી ફિલ્મ ‘ક્રિશ 4’ ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ 2026માં શરૂ થવાની અપેક્ષા છે. ખાસ વાત એ છે કે આ જ ફિલ્મથી હૃતિક દિગ્દર્શનમાં પણ પગ મૂકવા જઈ રહ્યો છે. હૃતિક છેલ્લે મોટા પડદા પર ફિલ્મ ‘વોર 2’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થઈ હતી. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં હૃતિક ઉપરાંત જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી પણ હતા. ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જીએ કર્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

