‘હેરાફેરી 3' ફરી એકવાર મુશ્કેલીમાં:પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા પાસે રાઇટ્સ નથી, સાઉથના પ્રોડ્યુસરે કોર્ટમાં અરજી કરી
બોલિવૂડની પ્રતીક્ષિત કોમેડી ફિલ્મ ‘હેરાફેરી 3’ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે, પરંતુ આ વખતે કારણ છે કાનૂની વિવાદ અને રાઇટ્સનો ઝઘડો. સાઉથ ફિલ્મ નિર્માતા સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડે દાવો કર્યો છે કે ફિલ્મના રાઇટ્સ ખરેખર તેમની પાસે છે, નિર્માતા ફિરોઝ નડિયાદવાલા પાસે નથી. આ બાબતને લઈને તેમણે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. HTCity માં છપાયેલા સમાચાર મુજબ, સાઉથ નિર્માતા જીપી વિજયકુમારે 2022 માં મલયાલમ ફિલ્મ રામજી રાવ સ્પીકિંગના મૂળ નિર્માતાઓ પાસેથી ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝીના અધિકારો ખરીદી લીધા હતા. તેનું કહેવું છે કે ફિરોઝ નડિયાદવાલાને ફક્ત આ મૂળ ફિલ્મની હિન્દી રિમેક બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી, જે 2000માં રિલીઝ થઈ હતી. પરંતુ નડિયાદવાલાએ 2006 માં ‘ફિર હેરા ફેરી’ પણ બનાવી દીધી અને હવે ત્રીજા ભાગના અધિકારો પણ વેચી દીધા છે, જે બનાવવાનો તેમની પાસે કોઈ કાયદેસર અધિકાર નહોતો. સેવન આર્ટ્સના MD વિજયકુમારના જણાવ્યા અનુસાર, ‘ફિર હેરા ફેરી’ના સમયે કોઈએ આ અધિકાર ઉલ્લંઘનને પકડ્યું ન હતું કારણ કે પ્રથમ ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શન સાથે તેમના સારા સંબંધો હતા. પરંતુ હવે જ્યારે ‘હેરા ફેરી 3’ની યોજના બની, ત્યારે અસલ માલિકોને અહેસાસ થયો કે નાડિયાડવાલાએ સિક્વલ અને પાત્રોનો ઉપયોગ પરવાનગી વિના કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે નાડિયાડવાલાએ તે જ અધિકારો અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સને વેચ્યા, જેના વિરુદ્ધ તેમણે કાનૂની નોટિસ મોકલી અને કોર્ટનો આશ્રય લીધો. ફિરોઝ નડિયાદવાલા અને અક્ષય કુમાર તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, અને ડિરેક્ટર પ્રિયદર્શન પણ નિવેદન આપતા કહ્યું છે કે તેમને આ કાનૂની મામલાની કોઈ જાણકારી નથી. આ દરમિયાન, ‘હેરા ફેરી 3’ પહેલાથી જ પરેશ રાવલના અસ્થાયી બહાર નીકળવા અને પાછા ફરવાને કારણે પણ વિવાદોમાં રહી છે. હવે રાઇટ્સ વિવાદે તેને વધુ ગૂંચવી દીધું છે, જેના કારણે ફિલ્મની રિલીઝ અને પ્રોડક્શન પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

